@અમિત રૂપાપરા
સુરતને ટેક્સટાઇલ સીટી અને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. ત્યારે કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય પરંતુ સુરતના કાપડ વેપારીઓને અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં પ્રચાર પ્રસારના અલગ અલગ મટેરીયલો માટે મોટા ઓર્ડરો આપવામાં આવતા હોય છે. ત્યારે હાલ કર્ણાટકની ચૂંટણી છે ત્યારે મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતમાં કાપડ ઉદ્યોગને ચૂંટણીનો બુસ્ટર ડોજ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કાપડ ઉદ્યોગકારોને ખૂબ મોટા ઓર્ડરો ચૂંટણીમાં પ્રચાર પ્રસારના મટીરીયલ બનાવવાના મળી રહ્યા છે.
હાલ સુરતનો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે કાપડ ઉદ્યોગ માટે એક સારા સમાચાર છે કે કર્ણાટકની જે ચૂંટણી યોજાય છે તેને લઈ સુરતના વેપારીઓને વેપારમાં ઓક્સિજન મળ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતના વેપારીઓને અંદાજે 50 કરોડ રૂપિયાના કાપડના ઓર્ડરો કર્ણાટકની ચૂંટણીના કારણે મળ્યા છે. તો બીજી તરફ આગામી દિવસોમાં પણ રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણ રાજ્યોની ચૂંટણી આવી રહી છે. ત્યારે કાપડ વેપારીઓ પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે, 200 કરોડ રૂપિયાના ઓર્ડરો તેમને મળી શકે છે.
મહત્વની વાત છે કે ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે પાર્ટીના ઝંડા, ટોપી અને ખેસ સહિતની તમામ સામગ્રી મોટી માત્રામાં ખરીદવામાં આવતી હોય છે. સુરત ટેક્સટાઇલ સિટી હોવાના કારણે સુરતના કાપડ વેપારીઓને અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ પાર્ટીઓ દ્વારા ચૂંટણી સામગ્રી તૈયાર કરવાના ઓર્ડરો આપવામાં આવતા હોય છે. તેવામાં પણ હવે સુરત પોલિસ્ટર કાપડનું મોટું હબ છે ત્યારે સુરતમાં કાપડ તૈયાર કરવાથી લઈને પ્રિન્ટિંગ સુધીની તમામ પ્રક્રિયા ખૂબ જ સસ્તા દરે થાય છે અને તેથી ચૂંટણી દરમિયાન અલગ અલગ રાજ્યોમાંથી સુરતના કાપડ વેપારીઓને ચૂંટણી મટીરીયલ જેવા કે, ઝંડા, ખેસ અને ટોપી સહિતની સામગ્રીના ઓર્ડર મળતા હોય છે.
એવી પણ માહિતી સામે આવી રહી છે કે ચૂંટણી અગાઉ જ અલગ અલગ રાજ્યોના અલગ અલગ પાર્ટીઓના લોકો સુરતના કાપડ વેપારીઓના સંપર્કમાં આવે છે. ચૂંટણી મટીરીયલના ઓર્ડર સુરતના કાપડ વેપારીઓને આપતા હોય છે. મહત્વની વાત છે કે કોર્પોરેશનની ચૂંટણીથી લઈને લોકસભાની ચૂંટણી સુધીની જે પ્રચાર પ્રસારની સામગ્રી હોય છે તે સુરતમાં તૈયાર કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં સુરતમાં કાપડના વેપારીઓને 50 કરોડ રૂપિયા જેટલી રકમના ઝંડા, ટોપી અને ખેસ સહિતના ચૂંટણીલક્ષી મટીરીયલ તૈયાર કરવા માટે ઓર્ડર મળ્યા છે અને આ મોટાભાગના ઓર્ડરો કાપડ વેપારીઓ દ્વારા પુરા પણ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ
આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા
આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે
