ગુજરાત/ સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે

કોરોના મહામારી સમયે જે વેન્ટિલેટરો એ દર્દીઓને શ્વાસ પૂરા પાડ્યા હતા એ જ વેન્ટિલેટરો હવે સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાઈ રહ્યા છે.

Gujarat Surat Trending
વેન્ટિલેટરો

@અમિત રૂપાપરા 

સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કિડની બિલ્ડિંગમાં તૈયાર કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલના પાંચમા માળ પર સ્ટોર રૂમમાં મૂકવામાં આવેલા પીએમ કેર ફંડમાંથી મળેલા વેન્ટિલેટરો ઘૂળ ખાઈ રહ્યા છે. વેન્ટિલેટરોને બોક્સમાં પેક કરવાની કે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરવાની તજવીજ લેવામાં આવી નથી. ત્યારે મોટી માત્રામાં ધૂળ પણ આ વેન્ટિલેટર પર જોવા મળી રહી છે. ત્યારે વેન્ટિલેટરની આ પ્રકારની દુરદશાને લઈને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનો રહ્યું.

સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની બિલ્ડિંગમાં કોરોના મહામારી સમયે કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. કોરોના મહામારી વખતે લોકોની લાંબી લાઈન સારવાર લેવા માટે કોવિડ હોસ્પિટલની બહાર લાગી રહેતી હતી પરંતુ કોરોના મહામારી બાદ હોસ્પિટલની દરકાર સિવિલ તંત્ર દ્વારા લેવામાં આવતી ન હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે કોરોના મહામારી સમયે જે વેન્ટિલેટરો એ દર્દીઓને શ્વાસ પૂરા પાડ્યા હતા એ જ વેન્ટિલેટરો હવે સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાઈ રહ્યા છે.

Untitled 26 1 સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે

કિડની બિલ્ડીંગના પાંચમાં માળ પર એક જ સ્ટોર રૂમમાં 100 કરતાં વધારે વેન્ટિલેટરો મૂકવામાં આવ્યા છે. આ તમામ વેન્ટિલેટરની દરકાર કોઈપણ પ્રકારે લેવામાં ન આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કરોડો રૂપિયાના આ વેન્ટિલેટરો હાલ ધૂળ ખાઈ રહ્યા છે એવું કહેવાય છે કે વેન્ટિલેટર ને ધૂળ અને ભેજ લાગે તો તેનું ફિલ્ટર ખરાબ થતું હોય છે. આ ઉપરાંત વેન્ટિલેટર મશીન કોમ્પ્યુટરની જેમ કામ કરતું હોય છે અને સેન્સર આધારિત દર્દીઓને જેટલો શ્વાસ જોઈએ તેટલો શ્વાસ આપતું હોય છે અને જો એક પણ સેન્સર ખરાબ થાય તો વેન્ટિલેટર નકામું થઈ જતું હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં 100 કરતા વધુ વેન્ટિલેટરો જે પીએમ કેર ફંડ માંથી આપવામાં આવ્યા હતા તે તમામ વેન્ટિલેટર હાલ ધુળ ખાઈ રહ્યા છે.

સિવિલ તંત્ર દ્વારા આ વેન્ટિલેટરને પ્રોપર રીતે પેક કરવાની કે પછી વેન્ટિલેટરને પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકવાની પણ તજવીજ લેવામાં આવી નથી. હવે જ્યારે જો ભવિષ્યમાં આ વેન્ટિલેટરની જરૂર પડે અને વેન્ટિલેટર પ્રોપર રીતે વર્કિંગ ન કરે તો તેને જવાબદારી કોની ગણાય. ત્યારે હવે જોવાનું એ રહે છે કે વેન્ટિલેટરની આ પ્રકારની દયનીય પરિસ્થિતિને લઈને જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. મહત્વની વાત કહી શકાય કે આ એજ વેન્ટિલેટર છે કે જે કોરોના મહામારી સમયે સુરતના હજારો દર્દીને શ્વાસ આપીને નવું જીવનદાન આપી રહ્યા હતા.

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ

આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

આ પણ વાંચો:કલરવાળું અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની ફરિયાદને લઈ જીપીસીબી એક્શનમાં, તાપી નદીના પાણીના લેવાયા સેમ્પલ

આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત