Not Set/ રામ મંદિરના નિર્માણને લઈ પીએમ મોદી કે CM યોગી કોઈ નિર્ણય કરી શકતા નથી : કેશવ મૌર્ય

લખનઉ, દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અયોધ્યાના વિવાદિત રામ મંદિરના નિર્માણ મુદ્દે સુનાવણી ટાળવામાં આવ્યા બાદ હવે ચર્ચાઓનો નવો દોર જામ્યો છે. રાજકીય પાર્ટીઓથી લઈ સંતો-મહંતો દ્વારા રામ મંદિરના નિર્માણને લઈ અનેક નિવેદનો સામે આવી રહ્યા છે, આ વચ્ચે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની એક મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે. કેશવપ્રસાદ મૌર્યએ મંગળવારે કહ્યું હતું કે, […]

Top Stories India Trending
KESAV 1 રામ મંદિરના નિર્માણને લઈ પીએમ મોદી કે CM યોગી કોઈ નિર્ણય કરી શકતા નથી : કેશવ મૌર્ય

લખનઉ,

દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અયોધ્યાના વિવાદિત રામ મંદિરના નિર્માણ મુદ્દે સુનાવણી ટાળવામાં આવ્યા બાદ હવે ચર્ચાઓનો નવો દોર જામ્યો છે. રાજકીય પાર્ટીઓથી લઈ સંતો-મહંતો દ્વારા રામ મંદિરના નિર્માણને લઈ અનેક નિવેદનો સામે આવી રહ્યા છે, આ વચ્ચે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની એક મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે.

કેશવપ્રસાદ મૌર્યએ મંગળવારે કહ્યું હતું કે, “રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ CM યોગી આ અંગે કોઈ નિર્ણય લઈ શકતા નથી”.

ram temple 15 01 2016 રામ મંદિરના નિર્માણને લઈ પીએમ મોદી કે CM યોગી કોઈ નિર્ણય કરી શકતા નથી : કેશવ મૌર્ય
national-ram-mandir-ayodhya-keshav-maurya-narendra-modi-yogi-adityanath

જો કે તેઓએ કહ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી રામ મંદિરના નિર્માણ મુદ્દે પ્રતિબદ્ધ છે”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રામ મંદિરના નિર્માણને લઈ પોતાના વાયદાઓ પર અમે પ્રતિબદ્ધ છે અને અયોધ્યાના બાબરના નામ પર કોઈ પણ નિર્માણ કરવા દેવામાં આવશે નહિ.

સુપ્રીમ કોર્ટમાં લંબિત રહેલા રામ મંદિરના મુદ્દે તેઓએ કહ્યું, “આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં લંબિત છે વાતચીત દ્વારા જ સમાધાન કરવાની કોશિશ છે. જયારે આ વિકલ્પ સમાપ્ત થશે ત્યારે જ પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ આગળના પગલા પર નિર્ણય કરશે”.

અમે આ મુદ્દે કઈ પણ કરી શકતા નથી : UP ઉપ-મુખ્યમંત્રી

આ પહેલા ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, “આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે, જેથી અમે આ મુદ્દે કઈ પણ કરી શકતા નથી”.

તેઓએ વધુમાં જણાવ્યું, “રામ મંદિરના નિર્માણ અંગે કઈ કરી શકતા નથી, પરંતુ સરકાર અયોધ્યામાં રામલલાનું સ્ટેચ્યુ ઉભું કરવા માટે કોઈ રોકી શકતું નથી. પરંતુ જો કોઈ રોકશે તો અમે જોઈ લઈશું”