Not Set/ બદરી લેસવાલા પર સુરતમાં હુમલો, વસીમ બિલ્લા અને તેની ટોળકી હુમલો કરી ફરાર

સુરત, ઈસ્માઈલ દરબારની ફિલ્મ ‘તિકડમ’માં ગીત લખનારા વહોરા અગ્રણી બદરી લેસવાલા પર સુરતમાં હુમલો કરવામાં આવ્યો હતો. સુરતમાં રહેતા અને વહોરા સમાજના અગ્રણી ઉપરાંત તાજેતરમાં સુપર ડુપર ફ્લોપ થયેલી ઈસ્માઈલ દરબારની ફિલ્મ યે કૈસી તિકડમમાં એક ગીત લખનારા સુરતનાં ઝાંપા બજાર વિસ્તારમાં રહેતા બદરી લેસવાલા પર કુખ્યાત વસીમ બિલ્લા અને તેના સાગરિતોએ હુમલો કરતા સનસનાટી […]

Top Stories Gujarat Surat
Accused of attack on Badari Leswala case Zahur Kureshi Arrested

સુરત,

ઈસ્માઈલ દરબારની ફિલ્મ ‘તિકડમ’માં ગીત લખનારા વહોરા અગ્રણી બદરી લેસવાલા પર સુરતમાં હુમલો કરવામાં આવ્યો હતો. સુરતમાં રહેતા અને વહોરા સમાજના અગ્રણી ઉપરાંત તાજેતરમાં સુપર ડુપર ફ્લોપ થયેલી ઈસ્માઈલ દરબારની ફિલ્મ યે કૈસી તિકડમમાં એક ગીત લખનારા સુરતનાં ઝાંપા બજાર વિસ્તારમાં રહેતા બદરી લેસવાલા પર કુખ્યાત વસીમ બિલ્લા અને તેના સાગરિતોએ હુમલો કરતા સનસનાટી વ્યાપી ગઈ છે.

લેસવાલાની બેગમપુરા ખાતે કરોડો રૂપિયાની જમીન આવેલી છે. આ જમીનને લઈ વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો ફાયદો ઉઠાવી ઝાંપા બજારના કુખ્યાત વસીમ બિલ્લા અને કોસાડનાં ચારથી પાંચ ટપોરીઓએ બદરી લેસવાલાના વહોરા સમાજની દેવડી મુબારક પાસે આવેલા મુસાફર ખાના નજીકના લેસવાલાના ઘર પાસે હુમલો કર્યો હતો.

લેસવાલાને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. સળીયા, લોખંડની પાઈપ અને લાકડીના ફટકા વડે લેસવાલા પર હુમલો કરાયો હતો. ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ ઉપરાંત સુરત ડીસીબી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આખીય ઘટના બદરી લેસવાલાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હુમલો કર્યા બાદ વસીમ બિલ્લા અને તેની ટોળકી ફરાર થઈ ગઈ છે.