નવસારી/ ખેતીમાં વીજળી ન મળતા કોંગ્રેસ પાર્ટીનો હલ્લાબોલ કાર્યક્રમ, GEB કચેરીને તાળાબંધી કરવાની ઉચ્ચારી ચીમકી

વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી માં વીજળી ને લઇ આજરોજ હલ્લાબોલ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Gujarat Others
ખેતીમાં વીજળી
  • કોંગ્રેસ દ્વારા હલ્લાબોલનો કાર્યક્રમ
  • સમયસર વીજળી ન મળતા વિરોધ
  • મોટી સંખ્યામાં કોંગી નેતાઓ ઉપસ્થિત
  • મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર

નવસારીના વાંસદા તાલુકા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતીમાં વીજળી બરોબર ન મળતી હોવાથી હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.માંગણી પૂરી નહિ થાય તો કોંગ્રેસ દ્વારા GEB કચેરી ખાતે તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચરવામાં  આવી હતી.

ખેતી માટે ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી ન મળતા તેમજ દિવસ ની જગ્યા ઉપર રાત્રિના સમયે ખેતીમાં વીજળી મળતા વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ હલ્લાબોલ નો કાર્યક્રમ વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રાખવામાં આવ્યો હતો જેમાં જૂની કચેરી ખાતેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . જે રેલી વાંસદા મુખ્ય બજાર થઈ જી.ઈ.બી કચેરી સુધી પહોંચી હતી. જ્યાં ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરો આગેવાનો અને ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો સાથેજ આગામી 15 દિવસમાં જો સમયસર વીજળી ન આપવામાં આવે તો જીઈબી ની ઓફીસ ને તાળા બાંધી કરવાની ચીમકી આપવામાં આવી હતી.

જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ,વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાવીત,નવસારી જિલ્લા પંચાયત વિરોધપક્ષ નેતા ચંદુભાઈ જાદવ,તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંજનાબેન પટેલ,ભગવતીબેન માહલા,ઈલ્યાસ પ્રાણયા,ઉનાઈ સરપંચ મનીષ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :વિદ્યાસહાયક ઉમેદવારોની સચિવાલય તરફ ઉમેદવારની કુચ, ગેટ નંબર 1 પર કર્યો ચક્કાજામ

આ પણ વાંચો :હરામીનાળાથી એક પાકિસ્તાની બોટ ઝડપાઇ, એક બોટ ભાગવામાં થઈ સફળ

આ પણ વાંચો :લો બોલો! જે યુવાનની હત્યાના આરોપમાં બે શખ્સ જેલમાં હતા તે જીવતો નીકળ્યો

આ પણ વાંચો :વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે, જાણો