IT Raid/ અમદાવાદમાં ઇન્કમટેક્સનું ફરી સુપર ઓપરેશન, ગોપાલ ડેરી-રીવર વ્યુ હોટેલ પર દરોડા

અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગ ફરીથી ત્રાટક્યું છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ ડેરી, હોટેલ કારોબાર સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડ્યા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટેલ પર દરોડા પાડવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 03 27T105203.604 અમદાવાદમાં ઇન્કમટેક્સનું ફરી સુપર ઓપરેશન, ગોપાલ ડેરી-રીવર વ્યુ હોટેલ પર દરોડા

અમદાવાદઃ અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગ (Income Tax) ફરીથી ત્રાટક્યું છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ ડેરી, હોટેલ કારોબાર સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડ્યા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટેલ પર દરોડા પાડવામાં આવ્યા છે.

અમદાવાદના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. અમદાવાદના આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ચાલુ છે. તેમા આઇટીના 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આવકવેરા વિભાગને તેના અંગે વિશેષ બાતમી મળી છે. આવકવેરા વિભાગને વિશ્વાસ છે કે આ દરોડામાં મોટાપાયા પર બેનામી વ્યવહારો મળી આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોના પછી છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં હોટેલ અને ડેરી સાથે સંલગ્ન કારોબારમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. બંને સેક્ટરોએ છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. આમ છતાં તેમણે સાધેલા વિકાસનું પ્રતિબિંબ તેમના દ્વારા ચૂકવવામાં આવતા કરમાં જોવા ન મળતાં આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યુ હતુ અને તેમને સેક્ટર વાઇઝ અંડર રિકવરીમાં ઓબ્ઝર્વેશન હેઠળ મૂક્યા હતા. તેના પછી તેમની વૃદ્ધિની તુલના તેમની આવક સાથે કરીને તેમા અસંતુલનનો જોવા મળ્યું હતું.

આ ઉપરાંત તાજેતરમાં ઇન્કમ ટેક્સ વિભાગે એઆઇ ટૂલ્સનો ઉપયોગ પણ વધાર્યો છે. તેથી તે પહેલા સેક્ટરની વૃદ્ધિની સાથે તે સેક્ટરની કંપનીઓની આવકનો અંદાજ મૂકે છે અને તેને વાસ્તવિક આવક અને તેના નાણાકીય વ્યવહારો સાથે સરખાવે છે. તેના તફાવત પરથી તેમની બેનામી આવક પકડે છે. તેમા ઇ-વે બિલની ભૂમિકા પણ ઘણી ઉપયોગી નીવડી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે