Not Set/ બનાસકાંઠા: મોડી રાત્રે વીજળી પડતા પાંચ પશુઓના થયા મોત, ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ

બનાસકાંઠા 15, જુલાઈ 2018. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચાગા અને નાથપુરા ગામે વીજળી પડતા પાંચ પશુઓના મોત થયા છે. શનિવારના રોજ જિલ્લામાં મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં કેટલીય જગ્યાએ વીજળી પડવાના બનાવ બન્યા હતા. ત્યારે મોડી રાત્રે કાંકરેજના ચાગા અને નાથપુરા ગામે વીજળી પડતા ત્રણ ગાય અને બે ભેંસોના […]

Top Stories Gujarat Others
bk 5 pasu mot બનાસકાંઠા: મોડી રાત્રે વીજળી પડતા પાંચ પશુઓના થયા મોત, ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ

બનાસકાંઠા
15, જુલાઈ 2018.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચાગા અને નાથપુરા ગામે વીજળી પડતા પાંચ પશુઓના મોત થયા છે. શનિવારના રોજ જિલ્લામાં મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં કેટલીય જગ્યાએ વીજળી પડવાના બનાવ બન્યા હતા. ત્યારે મોડી રાત્રે કાંકરેજના ચાગા અને નાથપુરા ગામે વીજળી પડતા ત્રણ ગાય અને બે ભેંસોના મોત થયા હતા. માલધારીઓના પશુઓના મોત થવાથી માલધારીઓમાં દુખની લાગણી ફેલાઈ હતી. અષાઢી બીજના રાત્રીથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ખેડુતોને મોટું નુકસાન પણ થવા પામ્યુ હતું.

કાંકરેજ તાલુકાના નાથપુરા, ચાંગા અને અરણીવાડા ગામે રાતના સમયે ગાજવિજ સાથે આવેલા વરસાદને કારણે વીજળી પડતા નાથપુરા ગામના ખેડુત, ચાંગા અને અરણીવાડા ગામના ખેડૂતોને વરસાદના કારણે વિજળી પડવાથી મોટુ નુકસાન વેઠવવાનો વાળો આવ્યો હતો.

કાંકરેજ તાલુકાના નાથપુરા ચાંગા અને અરણીવાડા ગામે વીજળી પડતા નાથપુરા ગામે ( બે ) ભેંસો અને ચાંગા ગામે એક પાડી અને એક શંકર ગાયના મોત થઇ ગયા હતા. અરણીવાડામાં પણ અેક ભેંસ અને અેક પાઙો અેમ છ પશુ ઉપર વીજળી પડતા રાત્રે ના સમયે પશુઓના મૃત્યુ નિપજ્યા હતા.

કાંકરેજના નાથપુરા ગામના ખેડુત ઠાકોર જવાનજી શામજીજી રહે નાથપુરા અને ઠાકોર અનાબેન વાલાજી ગામ નાથપુરા બંનેને બે ભેંસો ગુજરી ગઈ હતી. જયારે ચાંગા ગામ ઠાકોર રામાજી મફાજીને એક પાડી અને ગાય મૃત્યુ પામ્યા હતા. જ્યા મળતી માહિતી મુજબ અરણીવાડા ગામે પણ અેક ખેડૂતને ત્યાં અેક ભેંસ અને પાડાનુ મૃત્યુ થવા પામ્યા હતા.

વીજળી પડવાની ઘટનાની જાણ થતા કાંકરેજ તાલુકા પંચાયતના ડીડીઓ અનીલભાઇ તેમજ ટલાટી અને પશુ ડોક્ટર દ્રારા પીઅેમ કરવામા આવ્યુ હતુ. ઘટના સ્થળ પર જઇને વધુ તપાસ હાથ ધરી હતી.