Not Set/ કુંભની શરૂઆત પહેલા જ સંગમ કિનારે લાગ્યા રામ મંદિર બનાવોના પોસ્ટર

અયોધ્યા, દેશભરમાં સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને લઇ સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી ૧૦ જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે, ત્યારે હવે બીજી બાજુ કુંભમેળામાં પણ રામ મંદિર બનાવવા માટેના પોસ્ટર જોવા મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી ૧૫ જાન્યુઆરીના રોજથી શરુ થઇ રહેલા કુંભ મેળા પહેલા સંગમ ઘાટ પર રામ મંદિરના […]

Top Stories India Trending
Logopit 1546490547429 કુંભની શરૂઆત પહેલા જ સંગમ કિનારે લાગ્યા રામ મંદિર બનાવોના પોસ્ટર

અયોધ્યા,

દેશભરમાં સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને લઇ સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી ૧૦ જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે, ત્યારે હવે બીજી બાજુ કુંભમેળામાં પણ રામ મંદિર બનાવવા માટેના પોસ્ટર જોવા મળી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી ૧૫ જાન્યુઆરીના રોજથી શરુ થઇ રહેલા કુંભ મેળા પહેલા સંગમ ઘાટ પર રામ મંદિરના નિર્માણને લઇ પોસ્ટર લગાવાયા છે.

PRAYAGRAJ POSTER કુંભની શરૂઆત પહેલા જ સંગમ કિનારે લાગ્યા રામ મંદિર બનાવોના પોસ્ટર
national-prayagraj-kumbh-festival-poster-ram-mandir-ayodhya

આ પોસ્ટરોમાં રામ મંદિરને લઈ અલગ-અલગ નારાઓ લખવામાં આવ્યા છે અને મંદિરના નિર્માણને લઈ ગુહાર લગાવાઈ છે.

માનવામાં આવી રહ્યું છે કે, સંપૂર્ણ કુંભમેળા દરમિયાન રામ મંદિરના નિર્માણનો મુદ્દો હાવી રહી શકે છે, કારણ કે કુંભ બાદ જ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.

PHOTO ajabgjab 1529153117 કુંભની શરૂઆત પહેલા જ સંગમ કિનારે લાગ્યા રામ મંદિર બનાવોના પોસ્ટર
national-prayagraj-kumbh-festival-poster-ram-mandir-ayodhya

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા રામ મંદિરને લઇ કુંભ મેળામાં આવેલા સંતોએ પણ એલાન કર્યું હતું. આ દરમિયાન અખાડાઓના મહંત વર્તમાન મોદી સરકારથી નારાજ જોવા મળ્યા હતા અને તેઓએ ચેતવણી આપતા કહ્યું હતું કે, “વર્ષ ૨૦૧૯માં રામ મંદિર નહિ બને તો મોદી પણ હોય”.