Not Set/ ICC World Cup IND vs NZ : માન્ચેસ્ટરનાં મેદાનમાં ખેલાડીઓને હેરાન કરતી જીવાત

ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમનો મુકાબલો માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ચાલી રહ્યો છે. જ્યા ન્યૂઝીલેન્ડે પોતાની 3 વિકેટ ખૂબ જ ઓછા રને ગુમાવી દીધી છે. જેમા એક વિકેટ જસપ્રિત બુમરાહને, એક વિકેટ રવિન્દ્ર જાડેજાને તો એક વિકેટ ચહેલને મળી હતી. ચહલે ન્યૂઝીલેન્ડનાં મુખ્ય બેટ્સમેન અને કેપ્ટન કેન વિલિયમ્સનને આઉટ કર્યો હતો. જો કે એક તક રન આઉટની […]

Top Stories Sports
pjimage 63 ICC World Cup IND vs NZ : માન્ચેસ્ટરનાં મેદાનમાં ખેલાડીઓને હેરાન કરતી જીવાત

ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમનો મુકાબલો માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ચાલી રહ્યો છે. જ્યા ન્યૂઝીલેન્ડે પોતાની 3 વિકેટ ખૂબ જ ઓછા રને ગુમાવી દીધી છે. જેમા એક વિકેટ જસપ્રિત બુમરાહને, એક વિકેટ રવિન્દ્ર જાડેજાને તો એક વિકેટ ચહેલને મળી હતી. ચહલે ન્યૂઝીલેન્ડનાં મુખ્ય બેટ્સમેન અને કેપ્ટન કેન વિલિયમ્સનને આઉટ કર્યો હતો. જો કે એક તક રન આઉટની પણ મળી હતી પરંતુ તેમા રવિન્દ્ર જાડેજાને જીવાત હેરાન કરતી હોવાના કારણે તે સ્ટંમ્પને મારવામાં મોડો પડી ગયો હતો. મેદાનમાં જીવાતનો ઉપદ્રવ એટલો દેખાયો કે ન્યૂઝીલેન્ડની ટીમનાં ઓપનિંગ બેટ્સમેન પણ તેનાથી હેરાન થઇ ગયા હતા. ચાલુ મેચ દરમિયાન આ દ્રશ્યો અચાનક નજરે ચઢ્યા હતા.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન જીવાત ખેલાડીઓને હેરાન કરતી નજરે ચઢી હતી. ખાસ તો આ દ્રશ્ય રવિન્દ્ર જોડાજાને જોતા સામે આવ્યો હતો. આ દ્રશ્ય પહેલા રવિન્દ્ર જાડેજા રન લઇ રહેલા બેટ્સમેનને આઉટ કરવા દોડ્યો હતો પરંતુ જીવાતોનાં હેરાન કરવાના કારણે તે બેટ્સમેનને રન આઉટ કરી શક્યો નહતો. મેદાનમાં ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા કે જે આ જીવાતનાં કારણે હેરાન પરેશાન જોવા મળ્યા હતા. વારંવાર હાથ હલાવીને જીવાતને હટાવતા ખેલાડીઓમાં મહેન્દ્ર સિંહ ધોની પણ દેખાયાો હતો.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઉલ્લખનીય છે કે, ભારતીય ટીમ આજે માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ મેચ રમી રહી છે.. આ મેચ પર દુનિયાભરની નજર છે. જો કે આ મેચ ટીમ ઈંન્ડિયા માટે એક પરીક્ષા સમાન પણ રહેશે, જેનુ કારણ ન્યૂઝીલેન્ડનો ભારત સામેનું પ્રદર્શન છે. જો કે ટીમ ઈંન્ડિયા અહી જીત મેળવવાનો પૂરો પ્રયત્ન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન