Covid-19/ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

કોરોનાનો કહેર ઓછો થતો હોય તેવુ આંકડાકીય રીતે ભલે દેખાઇ રહ્યુ છે, પરંતુ આ બિમારીને હલકામાં લેવાથી મોટી મુસિબતમાં તમે આવી શકો છો. કોરોનાવાયરસ મહામારીએ સામાન્ય નાગરીકથી લઇને નેતા, અભિનેતા આ સમયે કોઇને છોડ્યા નથી.

Top Stories India
asdq 2 કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

કોરોનાનો કહેર ઓછો થતો હોય તેવુ આંકડાકીય રીતે ભલે દેખાઇ રહ્યુ છે, પરંતુ આ બિમારીને હલકામાં લેવાથી મોટી મુસિબતમાં તમે આવી શકો છો. કોરોનાવાયરસ મહામારીએ સામાન્ય નાગરીકથી લઇને નેતા, અભિનેતા આ સમયે કોઇને છોડ્યા નથી. ત્યારે હવે વધુ એક નેતા કોરોનાની ઝપટમાં આવી ગયેલ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે.

સ્મૃતિ ઈરાનીએ ખુદ ટ્વિટ કરીને કોરોનાથી સંક્રમિત હોવાની માહિતી આપી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મારો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલા દરેકને કોરોનાનો ટેસ્ટ કરાવવા વિનંતી છે. સ્મૃતિ ઈરાની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સ્ટાર પ્રચારક છે. આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા મંત્રીઓ અને નેતાઓ મોદી સરકારમાં કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે ટ્વિટ કરીને કહ્યું કે – આની જાહેરાત કરવા માટે શબ્દોની પસંદગી મારા માટે દુર્ભ છે. તેથી, તેને સરળ રાખીને, હું કહું છું કે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને કોરોનાનો ટેસ્ટ વહેલી તકે થાય તે માટે વિનંતી કરવા માંગુ છું. આ અગાઉ ભાજપનાં અન્ય એક સ્ટાર પ્રચાર અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસેન ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. ત્યારબાદ તેમને એઈમ્સનાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.