Not Set/ રાજકોટમાં વરસાદની રમઝટ !!! 6 કલાકમાં 8 ઇંચ !! દે ધાનાધન !

રાજકોટમાં વરસાદે રમઝટ બોલાવી દીધી છે અને માત્ર છ કલાકમાં જ દે ધનાધન આઠ ઇંચ ખાબક્યો છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી જ પાણી જોવામા આવી રહ્યું છે. આમ પણ થોડા જ વરસાદમાં રાજકોટનાં તમામ નાળા તે પછી મહિલા કોલેજ ચેક હોય, પોપટ પરા હોય કે પછી લક્ષ્મી નગરનું નાળું હોય પાણીથી ભારય […]

Top Stories
RKT રાજકોટમાં વરસાદની રમઝટ !!! 6 કલાકમાં 8 ઇંચ !! દે ધાનાધન !

રાજકોટમાં વરસાદે રમઝટ બોલાવી દીધી છે અને માત્ર છ કલાકમાં જ દે ધનાધન આઠ ઇંચ ખાબક્યો છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી જ પાણી જોવામા આવી રહ્યું છે. આમ પણ થોડા જ વરસાદમાં રાજકોટનાં તમામ નાળા તે પછી મહિલા કોલેજ ચેક હોય, પોપટ પરા હોય કે પછી લક્ષ્મી નગરનું નાળું હોય પાણીથી ભારય જતા હોય જ છે અને રંગીલા રાજકોટવાસી દર વરસાદમાં ભરાઇ જતા આ નાળાની પણ મોજ માણી લે છે.

ચાર કલાકમાં આઠ-આઠ ઇંચ ખાબકયો

છ કલાકમાં આઠ-આઠ ઇંચ ખાબકતા નાળા લગી પહોંચવાનાં તમામ રોડ – રસ્તા પણ નાળાની જેમ જ પાણી પાણી જોવામા આવે છે. સૌથી વધુ વરસાદ ઉપલાકાંઠે નોંધવામા આવ્યા છે. તો મધ્ય અને પશ્ચિમ રાજકોટમાં પણ જોરદોર પડેલા વરસાદથી તમામ રોડ રસ્તા નદીમાં ફેરવાયા છે.

150 ફૂટ રીંગ રોડ નદીમાં ફેરવાયો

150 ફૂટ રીંગ રોડ પૂરે પૂરો પાણી પાણી થયો છે અને ચારે બાજુએ પાણી ભરાયેલા જોવામાં આવે છે.તો સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદનાં પગલે હાલ લાલપરી તળાવ છલકાય ગયું છે. અને આજી નદી બેં કાંઠે વળી રહી છે. આજી નદીનું રોદ્ર રૂપ જોઇને તંત્ર દ્વારા તમામ કાઠંનાં વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

લાલપરી ઓવરફ્લો, આજી બે કાંઠે

તો અનેક નીચાણવાળા વિસ્તારો ખાલી કરી દેવડાવવામાં આવ્યા છે. હાલ પણ તોફાની ઇનીંગ ચાલું છે. ત્યારે રાહત અને બચાવ ટીમો તેમજ NDRFની ટીમો ખડાપગે સાવધાનની મુદ્વામાં જોવામા આવી રહી છે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.