UK immigration/ PM ઋષિ સુનકે ઇમીગ્રેશન રેટ ઘટાડવા લીધા અસરકારક પગલાં, બ્રિટન જતા લોકોની સંખ્યા ઘટશે

બ્રિટનમાં ઇમીગ્રેશન રેટ ઘટાડવા અસરકારક પગલાંની ગઈકાલે જાહેરાત થયા બાદ દુનિયના દેશો પર અસર થઈ શકે છે. ખાસ કરીને ભારતમાં આ નિર્ણયને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.

Top Stories India
મૃત્યુદરમાં થશે ઘટાડો 5 PM ઋષિ સુનકે ઇમીગ્રેશન રેટ ઘટાડવા લીધા અસરકારક પગલાં, બ્રિટન જતા લોકોની સંખ્યા ઘટશે

બ્રિટન સરકારે વિઝા નિયમોમાં બદલાવ કર્યો છે. બ્રિટિશ સરકારે દેશમાં વધતા ઇમીગ્રેશનને રોકવા અસરકારક પગલાં લીધા. જે અંતર્ગત ઇમીગ્રેશન (immigration) રેટ ઘટાડવા સ્કીલ્ડ વર્કર અને ઉચ્ચ પગારની મર્યાદા નક્કી કરવા જેવા મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ટ્વીટ કરી આ નવા નિયમોની જાહેરાત કરી.

PM ઋષિ સુનકે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર ટ્વીટ કર્યું કે દેશમાં ઇમિગ્રેશન ખૂબ વધારે છે. તેના પર નિયંત્રણ જરૂરી છે. આથી સરકાર ઇમીગ્રેશનને રોકવા માટે ક્રાંતિકારી પગલાં લઈ રહી છે. જે દેશને આર્થિક રીતે પણ લાભ કરાવશે. ગઈકાલે બ્રિટિશ સરકારે સ્કીલ્ડ વર્કર તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ મૂક્યો. તેમજ સ્કીલ્ડ વર્કરના ઉચ્ચ પગારની મર્યાદા નક્કી કરવા જેવા પગલાંની જાહેરાત કરી હતી. સ્કીલ્ડ વર્કર વિઝા દ્વારા UK જવા માટે અરજી કરનારાઓ માટે વેતન મર્યાદા વર્તમાન 26,200 બ્રિટિશ પાઉન્ડથી વધારીને 38,700 બ્રિટિશ પાઉન્ડ કરવામાં આવશે.

બ્રિટનમાં ઇમીગ્રેશન (immigration) રેટ ઘટાડવા અસરકારક પગલાંની ગઈકાલે જાહેરાત થયા બાદ દુનિયના દેશો પર અસર થઈ શકે છે. ખાસ કરીને ભારતમાં આ નિર્ણયને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. કેમકે છેલ્લે કેટલાક સમયથી ભારતીયો યુકે જઈ રહ્યા છે. સ્ટુડન્ટ વિઝા ઉપરાંત સ્વાસ્થ્ય અને સંભાળ હેઠળ વિઝા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે હવે બ્રિટિશ સરકારના નવા નિર્ણયથી વિઝા પરના કોઈપણ ડોક્ટર સ્વાસ્થ્ય અને સંભાળ હેઠળ તેમના પરિવારના સભ્યને બ્રિટેન સાથે લાવી નહી શકે.

ગત અઠવાડિયે બ્રિટનમાં એક અહેવાલ રજૂ થયો હતો. આ અહેવાલ મુજબ સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા ભારતીયોએ મેળવ્યા છે. બ્રિટન આવતા સ્કીલ્ડ વર્કરોમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો જોવા મળ્યા છે. અને મેડિકલમાં પણ અનેક વિદ્યાર્થીઓએ યુકેના વિઝા લીધા હતા. ઉપરાંત મજુબ સ્કીલ્ડ વર્કર અને મેડિકલ સિવાયની જુદી-જુદી કેટેગરીમાં વિઝા અરજી કરનારા મોટાભાગના ભારતીયો છે. આથી અહેવાલ સામે આવ્યા બાદ બ્રિટિશ સરકારે ઇમીગ્રેશન રેટ ઘટાડવા નવા નિયમો લાગુ કર્યા જે 2024ની શરૂઆતમાં અમલી થશે. બ્રિટિશ સરકારના આ નવા નિયમથી અંદાજ મુજબ 3 લાખ લોકોને અસર થશે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :