Ahmedabad/ હાટકેશ્વર બ્રિજનું પ્રતિકાત્મક બેસણું યોજાયું, પોલીસે કરી પ્રદર્શનકારીઓની અટકાયત

અમદાવાદમાં લોકો વિકાસની વાતો કરે છે. જેમાં અનેક નવા ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જોકે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ મહારાજ છત્રપતિ શિવાજી ઓવરબ્રિજનું…

Top Stories Ahmedabad Gujarat
Hatkeshwar Over Bridge

Hatkeshwar Over Bridge: અમદાવાદમાં લોકો વિકાસની વાતો કરે છે. જેમાં અનેક નવા ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જોકે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ મહારાજ છત્રપતિ શિવાજી ઓવરબ્રિજનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે જેના કારણે છેલ્લા 6 મહિનાથી ઓવરબ્રિજ બંધ છે, જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આથી આ સમસ્યાથી પરેશાન સ્થાનિક લોકોએ આ બ્રિજ પર ધરણા કરી વિરોધ કર્યો હતો. આ બ્રિજ બંધ થવાથી કેટલાક લોકોના ધંધા-રોજગાર પર પણ અસર પડી રહી છે. આથી સ્થાનિક આગેવાનોએ વિરોધ કર્યો હતો અને પોલીસે તેમની ધરપકડ કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબ્રિજના સમારકામની ધીમી ગતિને કારણે છેલ્લા 6 મહિનાથી વેપારીઓના ધંધા-રોજગારને અસર થઈ રહી છે. જેના કારણે આજે વેપારીઓએ સવારથી બપોર સુધી 12 કલાક ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો.

એક તરફ લોકોમાં વિરોધના અવાજો ઉઠી રહ્યા છે તો બીજી તરફ પોલીસ કાર્યવાહીના નામે ટોર્ચર કરી રહી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. આવા સંજોગોમાં અહી સવાલ એ થાય છે કે શું ઓવરબ્રિજના ભ્રષ્ટાચાર મામલે પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે? જણાવી દઈએ કે આ બ્રિજ પબ્લિક ટેક્સ તરીકે 40 કરોડ રૂપિયા ખર્ચીને બનાવવામાં આવ્યો છે. પરંતુ આ પુલ દુર્ઘટનાનો પુલ સાબિત થયો છે. આ બ્રિજમાં અવારનવાર તિરાડો પડી જાય છે. ત્યારે પોલીસમાં ફરિયાદ નોંધી કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. લોકોનો આક્ષેપ છે કે બ્રિજને કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે અને ધંધા-રોજગારને અસર થઈ છે. આ ઓવરબ્રિજ પરથી દરરોજ અનેક લોકો પસાર થાય છે. ત્યારે લોકોની હલકી ગુણવત્તાને ધ્યાને લઇ પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવું જોઇએ તેના બદલે તંત્ર ધીમી ગતિએ કામ કરી રહ્યું છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Entertentment/‘પઠાણ’ હિન્દી વર્ઝન સાથે 500 કરોડની ક્લબમાં સામેલ થનારી ભારતની પ્રથમ ફિલ્મ, YRFએ દર્શકોનો માન્યો આ રીતે