Monkeypox Cases/ દિલ્હીમાં 31 વર્ષીય મહિલા મંકીપોક્સથી સંક્રમિત, દેશમાં કુલ કેસ વધીને 9 થયા

દેશમાં મંકીપોક્સના કેસને કારણે ચિંતા વધવા લાગી છે. કેરળ પછી હવે દિલ્હીમાં મંકીપોક્સના સૌથી વધુ કેસ છે. બુધવારે અહીં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે

Top Stories India
3 1 3 દિલ્હીમાં 31 વર્ષીય મહિલા મંકીપોક્સથી સંક્રમિત, દેશમાં કુલ કેસ વધીને 9 થયા

દેશમાં મંકીપોક્સના કેસને કારણે ચિંતા વધવા લાગી છે. કેરળ પછી હવે દિલ્હીમાં મંકીપોક્સના સૌથી વધુ કેસ છે. બુધવારે અહીં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ વખતે 31 વર્ષની નાઈજીરિયન યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હીમાં મંકીપોક્સનો આ ચોથો કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ નવ લોકો પોઝિટિવ મળી આવ્યા છે, જેમાંથી કેરળમાં 5 કેસ નોંધાયા છે.

દિલ્હીમાં મંકીપોક્સથી સંક્રમિત થનાર ત્રીજો વ્યક્તિ પણ નાઈજીરિયાનો હતો. મળતી માહિતી મુજબ, આ 35 વર્ષીય યુવક દિલ્હીમાં જ રહે છે. તેઓ તાજેતરમાં કોઈ વિદેશ પ્રવાસે ગયા ન હતા. અત્યાર સુધી દિલ્હીમાં મંકીપોક્સથી સંક્રમિત લોકોની સારવાર લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલમાં થઈ રહી છે, પરંતુ હવે આરોગ્ય વિભાગે ત્રણ ખાનગી હોસ્પિટલોને પણ મંકીપોક્સની સારવાર માટે સૂચના આપી છે.

જયારે મંકીપોક્સના વધતા જતા કેસો વચ્ચે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે રોગચાળાને ટાળવા માટે શું કરો અને શું ના કરશોની યાદી બહાર પાડી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અથવા વારંવાર ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે છે, તો તેને પણ ચેપ લાગી શકે છે.

મંત્રાલયે કહ્યું કે ચેપથી બચવા માટે સંક્રમિત વ્યક્તિને અન્ય વ્યક્તિઓથી દૂર રાખવો જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સિવાય હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ, સાબુ અને પાણીથી હાથ ધોવા, માસ્ક અને ગ્લોવ્સ પહેરવા જેવા કેટલાક ઉપાયો છે જેનાથી આ બીમારીથી બચી શકાય છે, સાથે સાથે આસપાસની જગ્યાઓને પણ ડિસઇન્ફેક્ટ કરવી જોઈએ.

મંત્રાલયે કહ્યું કે જે લોકો ચેપગ્રસ્ત જણાયા છે તેમની સાથે રૂમાલ, પથારી, કપડાં, ટુવાલ અને અન્ય વસ્તુઓ શેર કરવાનું ટાળવું જોઈએ. તેણે દર્દીઓ અને બિન-ચેપી વ્યક્તિઓના ગંદા કપડા એકસાથે ન ધોવા અને જાહેર કાર્યક્રમોમાં જવાનું ટાળવાની પણ સલાહ આપી હતી. મંત્રાલયે એમ પણ કહ્યું કે “સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓ વચ્ચે ભેદભાવ ન કરો. આ સિવાય કોઈપણ અફવા કે ખોટી માહિતી પર વિશ્વાસ ન કરો.

નોંધનીય છે કે ભારતમાં મંકીપોક્સના કારણે પ્રથમ મૃત્યુની પુષ્ટિ 1 ઓગસ્ટના રોજ થઈ હતી. કેરળમાં 22 વર્ષીય યુવક યુએઈથી પરત ફર્યો હતો. આ પછી, તેમનામાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા, ત્યારબાદ 30 જુલાઈના રોજ તેમનું મૃત્યુ થયું. બાદમાં જ્યારે તેના સેમ્પલને તપાસ માટે NIV પુણે મોકલવામાં આવ્યા ત્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ, કેરળમાં જોવા મળેલા મંકીપોક્સના ત્રણ દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે, તેઓ પણ મધ્ય પૂર્વથી આવ્યા હતા.