Not Set/ વડનગર: હત્યાની આરોપી મહિલાએ જેલમાં જ આત્મહત્યા કરી

મહેસાણા, મહેસાણાના વડનગરની  સબ જેલમાં મંગળવારે વહેલી સવારે 6:30 થી 6:45 વચ્ચે વિજયાબા બલદેવજી રાણા નામની મહિલાએ ગળો ટુંપો ખાઈને પોતાનું જીવન ટુકાવ્યું હતું.સબ જેલની અંદર મહિલા કેદીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી હતી. વિજયાબા રાણાએ જેલના બાથરૂમમાં જ પોતાની સાડી વડે ગળે ટુંપો ખાઇ આત્મહત્યા કરી હતી.વિજયાબા તેની પુત્રવધુની હત્યાના ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી જેલમાં હતી અને આ મામલે તેની પર કોર્ટમાં […]

Gujarat
hh વડનગર: હત્યાની આરોપી મહિલાએ જેલમાં જ આત્મહત્યા કરી

મહેસાણા,

મહેસાણાના વડનગરની  સબ જેલમાં મંગળવારે વહેલી સવારે 6:30 થી 6:45 વચ્ચે વિજયાબા બલદેવજી રાણા નામની મહિલાએ ગળો ટુંપો ખાઈને પોતાનું જીવન ટુકાવ્યું હતું.સબ જેલની અંદર મહિલા કેદીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી હતી.

hhh વડનગર: હત્યાની આરોપી મહિલાએ જેલમાં જ આત્મહત્યા કરી

વિજયાબા રાણાએ જેલના બાથરૂમમાં જ પોતાની સાડી વડે ગળે ટુંપો ખાઇ આત્મહત્યા કરી હતી.વિજયાબા તેની પુત્રવધુની હત્યાના ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી જેલમાં હતી અને આ મામલે તેની પર કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો.

વહેલી સવારે ન્હાવા ગયેલ સમય તેને તેની સાડી વડે બાથરૂમમાં જ ગળો ટુંપો ખાઈ આત્મહત્યા કરી હતી.આ મૃતક  માહિલા કલમ ૩૦૨નાં ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી જેલમાં હતી.

h વડનગર: હત્યાની આરોપી મહિલાએ જેલમાં જ આત્મહત્યા કરી

મૃતક મહિલા વિજ્યાબા ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામમાં તેની પુત્રવધુની હત્યા કરી હતી.આ હત્યા મામલે તેની પર કલમ 302 લગાવવામાં આવી હતી

મહત્વનું એ છે કે મહિલાએ શા માટે આત્માહત્યા કારી છે. અને આં મામલે પોલીસ શું તપાસ કરી રહી છે.પોલિસે વિજ્યાબાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.