Not Set/ video: પ્રેમીકાને પામવા યુવક બન્યો નકલી પીએસઆઇ, બગીચામાંથી ઝડપાયો

ગીર સોમનાથ, ગીર સોમનાથના વેરાવળમાં બગીચામાંથી નકલી પીએસઆઇ ઝડપાયો છે. પ્રેમીકાને પામવા યુવક નકલી પીએસઆઇ બન્યો હતો. પોલીસે યુવાનને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. ગીર સોમનાથ જીલ્લાના વેરાવળના બગીચામાં નકલી પીએસઆઇ હોવાની માહિતી મળી હતી. મળેલી માહિતીના આધારે પોલીસ કર્મી બગીચામાં પહોંચી ગયા હતા અને યુવાનની પુછપરછ કરતા માહિતી સામે  આવી હતી. યુવાને જણાવ્યુ હતુ […]

Top Stories Gujarat Others Videos
mantavya 217 video: પ્રેમીકાને પામવા યુવક બન્યો નકલી પીએસઆઇ, બગીચામાંથી ઝડપાયો

ગીર સોમનાથ,

ગીર સોમનાથના વેરાવળમાં બગીચામાંથી નકલી પીએસઆઇ ઝડપાયો છે. પ્રેમીકાને પામવા યુવક નકલી પીએસઆઇ બન્યો હતો. પોલીસે યુવાનને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળના બગીચામાં નકલી પીએસઆઇ હોવાની માહિતી મળી હતી. મળેલી માહિતીના આધારે પોલીસ કર્મી બગીચામાં પહોંચી ગયા હતા અને યુવાનની પુછપરછ કરતા માહિતી સામે  આવી હતી.

યુવાને જણાવ્યુ હતુ કે, તેની પ્રેમિકાએ તેને પીએસઆઇના ગણવેશ સાથે આવશે તો તેના ઘરના તેને અપનાવશે તેમ કહેતા જૂનાગઢથી સ્ટાર સાથેનો ગણવેશ મેળવ્યો હતો.

પોલીસ સ્ટોર માંથી ડ્રેસ, સ્ટાર, બેલ્ટ, કેપ સહીતનો ગણવેશ 1 હજાર 4 સોમાં મેળવ્યો હતો. પોલીસે ભાવેશ બાંભણીયાની એક બાઇક સાથે ધરપકડ કરી હતી. ડીવાયએસપી એમએમપરમારે જણાવ્યુ હતુ કે યુવાન સિમર ગામનો છે.

નવાબંદર પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતો હતો. પોલીસના સ્વાંગમાં યુવતીના પરિવારજનોએ યુવકને અપનાવી લીધો હતો. હકીકત સામે આવતા સગાઇ તોડી નાખી હતી.