Not Set/ ઢોંગ…નર્મદા નિગમનો આ ક્લાસ ૧ અધિકારી પોતાને ગણાવે છે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર

  વડોદરા, સમય પસાર થવાની સાથે હવે વ્યક્તિઓ પોતાની જાતને ભગવાન સાથે જોડી અંધશ્રદ્ધાના નામે ઢોંગ આકરી નામ કમાવવાનો ટ્રેન્ડ જ બની ગયું હોય તે વધુ એકવાર પુરવાર થવા જઈ રહ્યું છે. આ મામલે જામનગર જિલ્લામાંથી હરીબાપા નામના એક વૃદ્ધ હોય કે ઉત્તર પ્રદેશના આઈજી કે જે પોતાને  ભગવાન કૃષ્ણની રાધા ગણાવતા હતા. ત્યારે હવે […]

Top Stories Gujarat Vadodara Trending
268d1900 e11e 4cf9 a22f 1c1021c942e4 ઢોંગ...નર્મદા નિગમનો આ ક્લાસ ૧ અધિકારી પોતાને ગણાવે છે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર

 

વડોદરા,

સમય પસાર થવાની સાથે હવે વ્યક્તિઓ પોતાની જાતને ભગવાન સાથે જોડી અંધશ્રદ્ધાના નામે ઢોંગ આકરી નામ કમાવવાનો ટ્રેન્ડ જ બની ગયું હોય તે વધુ એકવાર પુરવાર થવા જઈ રહ્યું છે. આ મામલે જામનગર જિલ્લામાંથી હરીબાપા નામના એક વૃદ્ધ હોય કે ઉત્તર પ્રદેશના આઈજી કે જે પોતાને  ભગવાન કૃષ્ણની રાધા ગણાવતા હતા. ત્યારે હવે સંસ્કાર નગરી વડોદરાથી એક અજીબોગરીબ કિસ્સો  સામે આવ્યો છે, તે જાણીને તમે પણ એક તબક્કે અચરજ પરમાડી શકો છો. પરંતુ આ કળયુગનું એક કડવું સત્ય છે.

હકીકતમાં, વડોદરાના સરદાર સરોવર નિગમની ઇજનેરી શાખામાં કાર્યરત ક્લાસ ૧ અધિકારી રમેશચંદ્ર ફેફરે પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દસમો એટલે કે કલકી અવતાર માની રહ્યા છે. આ કારણે તેઓ નર્મદા નિગમની ઓફિસમાં કામ કરવા માટે પણ આવવાનું બંધ કરી દીધું છે.

01 ઢોંગ...નર્મદા નિગમનો આ ક્લાસ ૧ અધિકારી પોતાને ગણાવે છે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર

નર્મદા નિગમની ઓફિસમાં તેઓના સતત ગેરહાજર રહેવા અંગે સરકાર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો. ત્યારે પોતાને વિષ્ણુ અવતાર માનનારા આ મહાશયે લેખિત જવાબમાં કહ્યું હતું કે “હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું. હું તુરિયાતીત (માયાની પેલે પાર બ્રહ્ભ સાથે એક થઇ જવાની અવસ્થા) અવસ્થામાં રહીને સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કામ કરું છું. આ કાર્ય ઓફિસમાં બેસીને કરી શકું એમ નથી, જેથી ઓફિસમાં હું ભૌતિક રીતે હાજર રહેતો નથી”.

પોતાની જાતને ભગવાન વિષ્ણુનો કલકી અવતાર કહેનાર રમેશચંદ્રએ વધુમાં પોતાના લેખિત જવાબમાં શું કહ્યું, જુઓ આ ફોટોમાં..

02 ઢોંગ...નર્મદા નિગમનો આ ક્લાસ ૧ અધિકારી પોતાને ગણાવે છે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર

03 ઢોંગ...નર્મદા નિગમનો આ ક્લાસ ૧ અધિકારી પોતાને ગણાવે છે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર

ઉલ્લેખનીય છે કે, નર્મદા નિગમના ક્લાસ ૧ અધિકારી રમેશચંદ્ર ફેફરે પોતાની ઓફિસના કાર્યરત સમયમાં ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૭થી સતત ગેરહાજર રહેતા હતા. આઠ મહિનાની પોતાની નોકરી દરમિયાન તેઓ માત્ર ૧૬ દિવસ જ હાજર રહ્યા હતા.

આ સતત ગેરહાજરી અંગે સરકાર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો અને ૧૫ મી મે એટલે કે મંગળવારના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે તેઓએ ગઈકાલે (ગુરુવારે) આ એક લેખિત પત્ર પાઠવ્યો હતો.

કારણદર્શક નોટીસનો જવાબ વાંચવા ક્લીક કરો

મહત્વનું છે કે, થોડાક સમય પહેલા જ જામનગર જિલ્લાના જામવંથલી ખાતે ફુલવાડી મંદિરના સેવક હરીભાઈ એ પોતાને ભગવાન લેવા માટે એવી જાહેરાત કરી હતી અને ત્યારબાદ તેઓને ભગવાન નહીં પણ ૧૦૮ લેવા આવી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના આઈજીએ પણ પોતાને  ભગવાન કૃષ્ણની રાધા ગણાવ્યા હતા. પોતેની જાતને રાધા કહ્યા બાદ તેઓ પોલીસ અધિકારી હોવા છતાં રાધા રાણીના વસ્ત્રો જ પહેરતાં હતા.

ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે આ કળયુગમાં પોતાની જાતને ભગવાન સાથે જોડી અંધશ્રદ્ધાના નામે નવા ઢોંગ કરવામાં આવી રહ્યા છે.