Japan-Ukraine/ જાપાનીઝ PM દિલ્હીમાં PM મોદીને મળ્યા બાદ અચાનક ભારતથી યુક્રેન જવા રવાના થયા

ફ્યુમિયો કિશિદા મંગળવારે વહેલી સવારે યુક્રેનિયન Japan-Ukraine રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે વાટાઘાટો માટે કિવ જઈ રહ્યા છે. જાપાનના સાર્વજનિક ટેલિવિઝન NHKએ કિશિદાને પોલેન્ડથી કિવ જતી ટ્રેનમાં સવારી કરતા બતાવ્યા.

Top Stories World
Japan-Ukraine

ઝેલેન્સકીને મળશે
ફ્યુમિયો કિશિદા મંગળવારે વહેલી સવારે યુક્રેનિયન Japan-Ukraine રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે વાટાઘાટો માટે કિવ જઈ રહ્યા છે. જાપાનના સાર્વજનિક ટેલિવિઝન NHKએ કિશિદાને પોલેન્ડથી કિવ જતી ટ્રેનમાં સવારી કરતા બતાવ્યા. નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના કલાકો પછી, કિશિદા યુક્રેનની ઓચિંતી મુલાકાત માટે રવાના થયા.

G-7 નેતાઓમાં માત્ર કિશિદાએ યુક્રેનની મુલાકાત લીધી ન હતી
જાપાન મે મહિનામાં G-7 સમિટની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. કિશિદા એકમાત્ર G-7 નેતા છે જેણે યુક્રેનની મુલાકાત લીધી નથી. તેના પર પોતાના દેશમાં યુક્રેનની મુલાકાત લેવાનું દબાણ હતું. જાપાન રશિયા પર પ્રતિબંધો લાદવામાં Japan-Ukraine અને જ્યારે રશિયા યુક્રેન પર આક્રમણ કરે છે ત્યારે યુક્રેનને ટેકો આપવા માટે અન્ય G-7 દેશો સાથે ગતિ જાળવી રહ્યું છે. કિશિદા ઝેલેન્સ્કી સાથેની તેમની બેઠક દરમિયાન યુક્રેન માટે સતત સમર્થન આપે તેવી અપેક્ષા છે.

બિડેન પણ અચાનક યુક્રેન પહોંચી ગયા
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અચાનક યુક્રેનની મુલાકાતે પહોંચી ગયા હતા. તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા અને તમામ શક્ય મદદની ખાતરી આપી. બિડેને કહ્યું હતું કે અમેરિકા યુક્રેનની સાથે છે. Japan-Ukraine ભારત અને જાપાન વચ્ચે ગઇકાલે કિશિદાની મુલાકાત દરમિયાન ડિફેન્સ અને વેપારમાં વૃદ્ધિ અંગે ચર્ચા થઈ હતી.

ગઇકાલે વડાપ્રધાન મોદી અને જાપાનીઝ વડાપ્રધાન બુદ્ધ જયંતિ પાર્કમાં ગયા હતા અને પૂરીપકોડ સહિતની જુદી-જુદી ભારતીય વાનગીઓનો આસ્વાદ કર્યો હતો. તેની સાથે બંને દેશ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની વાત પણ થઈ હતી. ઉપરાંત બુલેટ ટ્રેન અંગે પણ કરાર કરવામાં આવ્યા હોવાનું મનાય છે. ભારતને બુલેટ ટ્રેનની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી મળે તે માટે વડાપ્રધાન Japan-Ukraine મોદીએ ભાર મૂક્યો હતો અને જાપાનીઝ વડાપ્રધાન તેના માટે સંમત પણ થયા હતા.

તેની સાથે કિશિદાએ જાપાનીઝ કંપનીઓના ભારતમાં રોકાણ અંગે પણ ચર્ચા કરી હતી અને હવે આ રોકાણ ફક્ત ઓટો કંપનીઓ પૂરતુ જ સીમિત ન રહેતા વધુ આગળ વધશે તેમ કહ્યું હતું. ચીન સાથેના સંબંધોના પગલે જાપાનની કંપનીઓ હવે ઉત્પાદન ક્ષેત્રે પણ એક વિકલ્પ તરીકે ભારતને જોઈ રહી છે, ભારતમાં કુશળ કારીગરો સસ્તા ભાવે ઉપલબ્ધ છે તેનો જાપાને ફાયદો ઉઠાવવા માંગે છે. Japan-Ukraine તેની સાથે ચીનની વધતી દાદાગીરીથી જાપાન અકળાયું હોવાથી ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે ગાઢ સહયોગ કરવા માંગે છે.

આ પણ વાંચોઃ World/ દુનિયા પાસે છેલ્લી તક, જો તે નહીં સુધરે તો માનવતા ખતમ થઈ જશેઃ UN

આ પણ વાંચોઃ Cricket/ ભારતીય ધ્વજ હાથમાં લઈને શાહિદ આફ્રિદીએ કર્યું કંઈક આવું, વીડિયો જીતી લેશે દિલ

આ પણ વાંચોઃ Video/ ગરીબ પાકિસ્તાનમાં અનાજની લૂંટ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ