Video/ ગરીબ પાકિસ્તાનમાં અનાજની લૂંટ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદનો જણાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગરીબ દેશમાં લાંબા સમયથી ઘઉંની અછત છે અને મોંઘવારીના માર વચ્ચે લોકોની…

Top Stories World
Pakistan Grain robbery

Pakistan Grain robbery: પાકિસ્તાનને ભલે ચીનનું સમર્થન મળ્યું હોય, પરંતુ આર્થિક રીતે કંગાળ દેશની હાલત સુધરી રહી હોય તેવું લાગતું નથી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી મળતી મદદ હજુ અટવાઈ છે અને દેશના લોકોની ભૂખ નિયંત્રણ બહાર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી લેટેસ્ટ તસવીરો અને વીડિયો જોઈને તમે પાકિસ્તાનીઓની દુર્દશાની કલ્પના કરી શકો છો.

પોતાના ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોતાના પેટમાં લાગેલી આગને બુઝાવવાની લડાઈમાં સામાન્ય જનતાએ લૂંટનો આશરો લીધો છે. દેશમાં વધી રહેલી મોંઘવારીને કારણે લોકોની હાલત એવી થઈ ગઈ છે કે તેઓ લોટ ભરેલી ટ્રકો લૂંટતા જોવા મળે છે. આ લૂંટમાં મહિલાઓ પણ પાછળ નથી રહી અને તેઓ લોટની બોરીઓ પણ છીનવી લેતી જોવા મળે છે. વાઈરલ વીડિયોમાં જે જોવા મળે છે તે ભૂખ માટે જીવ જોખમમાં મૂકતા લોકોની હાલત વર્ણવવા માટે પૂરતું છે. જેમાં સામાન્ય જનતા લોટ ભરેલી ટ્રક પર અતિક્રમણ કરી લોકોમાં લોટની બોરીઓ ફેંકી રહી હોય તેવુ નજરે પડે છે. આ બોરીઓ પડાવી લેવા માટે પુરુષો અને સ્ત્રીઓ ટોળામાં એકબીજા સાથે ધક્કા ખાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદનો જણાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગરીબ દેશમાં લાંબા સમયથી ઘઉંની અછત છે અને મોંઘવારીના માર વચ્ચે લોકોની થાળીમાંથી રોટલી ગાયબ થઈ ગઈ છે. ભૂતકાળમાં આવા ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં લોકો લોટની દરેક બોરી માટે લડતા જોવા મળ્યા હતા. પાકિસ્તાનમાં મોંઘવારી દરે રેકોર્ડ તોડી નાખ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ફુગાવાનો દર 31.5 ટકા નોંધાયો હતો, જે 1974 પછી એટલે કે લગભગ 50 વર્ષમાં સૌથી વધુ છે. બીજી તરફ રોજબરોજની ચીજવસ્તુઓના ભાવની ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો તેમાં ભારે વધારો જોવા મળે છે. માર્ચ 2022માં 20 કિલો લોટની કિંમત 1160 રૂપિયા હતી.

જણાવી દઈએ કે એક વર્ષમાં ઘઉંના લોટના ભાવમાં 53.1 ટકાનો વધારો થયો છે. 10 માર્ચ, 2022ના રોજ પાકિસ્તાનમાં એક કિલો ચિકન ફોર્મ બ્રોઈલર રૂ.304માં ઉપલબ્ધ હતું. તે જ સમયે, 9 માર્ચ, 2022 ના રોજ, તેની કિંમત 41.3 ટકા વધીને 429 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. પાકિસ્તાન સરકાર આર્થિક સંકટનો સામનો કરવા માટે IMFના $1.1 બિલિયન ફંડની રાહ જોઈ રહી છે. પરંતુ IMFએ હજુ સુધી બેલઆઉટ પેકેજને મંજૂરી આપી નથી. પાકિસ્તાનની જનતા સામે દરરોજ એક યા બીજી મુશ્કેલી ઉભી થઈ રહી છે. ક્યારેક સરકાર વીજળીના દરમાં વધારો કરી રહી છે. ક્યારેક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અસાધારણ વધારો થતો હોય છે.

આ પણ વાંચો: Indian Border/ પાકિસ્તાને ભારતીય સરહદથી માત્ર 58 કિમી દૂર સર્વેલન્સ રડાર તૈનાત કર્યા, જાણો નાપાક હરકત

આ પણ વાંચો: Gujarat/ નેપાળના આ યુવકને અમદાવાદમાં સફળતાના બદલે મૃત્યુ મળ્યું, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો:  Cricket/ એશિયા કપમાં યજમાની જાળવી રાખવા માટે પાકિસ્તાનનો આ પ્લાન