સામુહિક આપઘાત/ સુરતમાં એક જ પરિવારના ચાર લોકોએ પીધું ઝેર, માતા-પુત્રીનું મોત

રત્નકલાકારે તેમની 50 વર્ષીય રત્ની, 20 વર્ષીય પુત્ર તથા 15 વર્ષની પુત્રી સાથે ઝેરી દવા પી લીધી હતી.

Top Stories Gujarat Surat
માતા-પુત્રીનું મોત

સુરતમાં દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરતમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રત્ન કલાકારે પોતાની પત્ની અને બે સંતાનો સાથે ઝેરી દવા પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન માતા અને પુત્રીના મોત નિપજ્યા છે, જ્યારે પુત્ર અને પિતા હાલ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર  સુરતના સરથાણામાં વિજય નગર સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનો વતની રત્નકલાકાર તરીકે કામ કરી ગુજરાત ચલાવતો પરિવાર સરથાણા વિસ્તારમાં યોગીચોક નજીક રહે છે. બુધવારે સાંજે રત્નકલાકારે તેમની 50 વર્ષીય રત્ની, 20 વર્ષીય પુત્ર તથા 15 વર્ષની પુત્રી સાથે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીને રત્નકલાકારે પોતાના પિતરાઈ ભાઈને ફોન કર્યો હતો અને ઘરમાં હાજર દીકરા અને દીકરીને સાચવી લેવાનું કહ્યું હતું. જેથી પિતરાઈ ભાઈએ ત્યાં પહોંચીને ચારેય હોસ્પિટલ ખસેડ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન 50 વર્ષિય શારદાબેનનું તથા 15 વર્ષની સુનિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે હાલમાં રત્નકલાકાર અને તેમનો 20 વર્ષનો પુત્ર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારે ભરેલા આ પગલાં બાબતે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો:ક્રાઇમ બ્રાન્ચે યોજી એક અનોખી ડ્રાઇવ કે જેનાથી ભાગેડુ આરોપીઓમાં ફેલાયો….

આ પણ વાંચો:સુરતમાં વધ્યા હાર્ટ એટેક કેસ, એક જ સોસાયટીના બે લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:મહીસાગરમાં ભાઈએ જ ભાઈની કરી હત્યા, માથાના ભાગે લાકડી મારતા મોત

આ પણ વાંચો:ગુજરાતમાં ચક્રવાતનો ખતરો, સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ જારી, જુઓ કેવી રીતે વધી રહ્યું છે ‘બિપરજોય’

આ પણ વાંચો:જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા….