સંબંધો લજવાયા/ મહીસાગરમાં ભાઈએ જ ભાઈની કરી હત્યા, માથાના ભાગે લાકડી મારતા મોત

મહીસાગરના કડાણાના કનાવાડા ગામમાં એક ભાઈએ જ ભાઈની હત્યા કરી દીધી હતી. ટ્રેક્ટર ના નીકાળવા દેતા ભાઈ એ ગુસ્સામાં આવીને લાકડી

Gujarat Others
હત્યા

મહીસાગરમાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે, અહી એક ભાઈએ જ બીજા ભાઈની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે, નજીવી બાબતે બોલાચાલી થતા અંતે આ મામલો હત્યા સુધી પહોચી ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે, આ ઘટના મહીસાગરના કડાણાના કનાવાડા ગામની છે, જ્યાં બંને ભાઈઓ અચાનક જ ઝગડી પડ્યા હતા. આ સમગ્ર મામલામાં પોલીસે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે કોઈ રેતીનું ટ્રેક્ટર ના નીકાળવા દેતા ગુસ્સામાં આવીને બંને ભાઈ ઝગડી પડ્યા હતા. આ વચ્ચે જ એક ભાઈને ગુસ્સો આવતા તેને બીજા ભાઈના માથામાં લાકડી મારી દીધી હતી.

પરિવારમાં સાથે મળીને કામ કરતા બંને ભાઈઓ પર ગુસ્સો એટલો સવાર થઇ ગયો કે નાની એવી વાત માટે ઝગડી પડ્યા અને આ વચ્ચે જ લાકડી લઇ મારામારી પર ઉતરી આવ્યા હતા દરમિયાન એક ભાઈએ બીજા ભાઈના માથામાં લાકડી મારતા થોડીક જ સેકન્ડમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અને આરોપીને ઝડપી પાડવાના તમામ પ્રયાસો હાથ ધર્યા. જે બાદ હત્યારા ભાઈની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :WTC Final/ દર વખતે હાથમાંથી સરકી જતી ICC ટ્રોફી આ વખતે ભારતના હાથમાં આવશે કે નહીં

આ પણ વાંચો :Gujarat Weather/ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો, જિલ્લા કલેકટરે તૈયારીઓની કરી સમીક્ષા

આ પણ વાંચો :Cyclone Biparjoy/ ગુજરાતમાં ચક્રવાતનો ખતરો, સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ જારી, જુઓ કેવી રીતે વધી રહ્યું છે ‘બિપરજોય’

આ પણ વાંચો :Video/ જબલપુરમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી, ટેન્કરોમાં હતો LPG ગેસ