Dang News/ ડાંગ જિલ્લાના મછલી-ખાતલ ગામ પાસે મિલન નામના ધોધમાં ડૂબી જતાં બે યુવકોના મોત

ન્હાતી વખતે બંને યુવકો ધોધ પાસેના દુષિત પાણી વાળા ઉંડા ખાડામાં ડૂબી ગયા હતા

Gujarat

Dang News : ડાંગ જિલ્લામાં બનેલી એક કરૂણ ઘટનામાં બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. ડાંગ જિલ્લાના મછલી-ખાતલ ગામ પાસે મિલન નામના ધોધમાં ડૂબી જતા બન્ને યુવકો મોતને ભેટ્યા હતા. આ બંને યુવકો તાપી જિલ્લાના રામપુરા ગામેથી ડાંગ જિલ્લામાં ફરવા આવ્યા હતા.

મૃતક યુવકોના નામ મિહિરભાઈ મહેન્દ્રભાઈ ઉમર 20 અને નિહિતભાઈ નિતેશભાઈ ઉમર 25 હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.ન્હાતી વખતે બંને યુવકો ધોધ પાસેના દુષિત પાણી વાળા ઉંડા ખાડામાં ડૂબી ગયા હતા. બાદમાં ઘણી જહેમત બાદ સ્થાનિક યુવકોની મદદથી બંને યુવકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા.

બીજીતરફ ડાંગ પ્રશાસન દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં આવે છે અને ધોધમાં ન્હાવા જાય છે. જેને પગલે આવી કરૂણ ઘટનાઓ બનતી હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર હજુ પણ નથી ગંભીર, બ્રિજ પર દિવાલ ચણાવી દીધી

આ પણ વાંચો:કામરેજ તાલુકાના તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ બ્રિજની એક્ષ્પાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું

આ પણ વાંચો:વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના મૃતકોનાં પરિવારજનોને MLA કેતન ઈનામદારે 1-1 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત