Vadodara News : વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હજી તંત્ર ગંભીર હોય તેવું જણાતું નથી. જેમાં વડોદરા જિલ્લાના તંત્રના અણઘડ વહીવટનો બોલતો પુરાવો નજરે ચડ્યો છે.જેમાં R એન્ડ B વિભાગે ગંભીરા બ્રિજ પર દિવાલ ચણાવી દીધી છે. રેસ્ક્યુ કરનાર વાહનો અંદર હોવા છતાં દિવાલ ચણી લેવામાં આવી છે.
આમ દિવાલ ચણાતા અંદર રહેલા રેસ્ક્યુ વાહનો ફસાયા છે. આમ નઘરોળ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જેને પગલે હવે દિવાલ તોડવાની ફરજ પડી છે.આ ઘટનાને લઈને તંત્રની અણઘડ કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યાં છે.દુર્ઘટના બાદ હજી સુધી રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.
વાહનોની અવર જવરને રોકવા બ્રિજ પર દિવાલ ચણી લેવામાં આવી હતી. નવાઈની વાચ એ છે કે રેસ્ક્યુ વાહનો અંદર હોવા છતાં દિવાલ બનાવી દેવાઈ હતી.
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટના માટે એર ઇન્ડિયાએ ક્રૂને જવાબદાર ઠેરવ્યા, ICPA રિપોર્ટથી પાઇલટ્સ નારાજ
આ પણ વાંચો:AI વિમાન દુર્ઘટનામાં હોટેલ બુકિંગ રદ થવાથી લઈને સામાન ખોવાઈ જવા સુધી, વિવિધ પ્રકારના વીમા દાવાઓ
