Breaking News: ગુજરાત કોંગ્રેસના લાંબા સમયથી પ્રતીક્ષિત નવા સંગઠનને લઈને પ્રદેશ કોંગ્રેસની કમાન ફરી એકવાર અમિત ચાવડાના હાથમાં સોંપવામાં આવી છે, એટલે કે તેઓ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે.
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તુષાર ચૌધરીને પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા છે. શક્તિ સિંહના રાજીનામા બાદ અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ ફેરફારોને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહ્યા છે.

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકીના મામાના દીકરા છે. તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે, તેઓ 2018 થી 2021 સુધી પ્રદેશ પ્રમુખ હતા. નોંધનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા.
નોંધનીય છે કે 10 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આજે (17 જુલાઈ) અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા ગર્જયા, ‘ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવવાનું બંધ કરો’
આ પણ વાંચો:લોકસભા ચૂંટણીઃ આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા ટકરાશે
આ પણ વાંચો:સમગ્ર રાજ્યમાં ચાલતા મનરેગા કૌભાંડની CBI તપાસ કરાવો : અમિત ચાવડા
