Karnataka News/ બેંગલુરુ નાસભાગ કેસમાં RCB વિરુદ્ધ ક્રિમિનલ કેસને મંજૂરી, કેસના રિપોર્ટના આધારે સરકારનો નિર્ણય

કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધુ ભીડ ભેગી થઈ ગઈ અને સમગ્ર વ્યવસ્થા ખોરવાઇ ગઈ

Top Stories India

Karnataka News : બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક સરકારે IPLની ટીમ રોયલ ચેલેનર્સ બેંગલુરુ અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચલાવવાની મંજૂરી આપી છે. જસ્ટિસ માઈકલ ડી’કુન્હા આયોગના રિપોર્ટ બાદ રાજ્યના મંત્રીમંડળે મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટના આધાર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમે IPLની ટ્રોફી જીત્યા બાદ બેંગલુરુમાં પરેડ તથા સ્ટેડિયમમાં કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં નાસભાગ થતાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 47 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં RCB દ્વારા કરાયેલી ગંભીર બેદરકારીનો ઉલ્લેખ છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં વિરાટ કોહલીનું પણ નામ છે.

આ કાર્યક્રમના આયોજક DNA Networks Pvt. Ltd ત્રીજી જૂને પોલીસને માત્ર જાણ કરી હતી. મંજૂરી નહોતી લીધી. આશ્ચર્યની વાત તો એ છે કે, પોલીસે મંજૂરી આપવાનો જ ઈનકાર કર્યો હતો.પોલીસ મંજૂરી ન હોવા છતાં RCBએ સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યો કે ચોથી જૂને કાર્યક્રમ થશે. કોહલીએ વીડિયો સંદેશ પાઠવ્યો અને ફેન્સને આવવાની અપીલ કરી, જેમાં કહેવાયું તમામને ફ્રી એન્ટ્રીનો દાવો કરાયો હતો. આ કારણસરકાર્યક્રમમાં ધાર્યા કરતાં વધુ ભીડ ભેગી થઈ ગઈ અને સમગ્ર વ્યવસ્થા ખોરવાઇ ગઈ.

આ કાર્યક્રમ શરૂ થયાના થોડા જ સમય પહેલા 3.14 વાગ્યે આયોજકોએ અચાનક જાહેરાત કરી કે પાસ હશે તો જ સ્ટેડિયમના એન્ટ્રી મળશે, જેથી વધુ અરાજકતા સર્જાઈ હતી. આમ, RCB, DNA અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન વચ્ચે સંકલનનો જ અભાવ હતો. તેથી ગેટ ખોલવામાં વિલંબ થવાના કારણે અવ્યવસ્થા સર્જાઇ. પોલીસે દાવો કર્યો છે કે, સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસે નાના અને સીમિત કાર્યક્રમની જ મંજૂરી આપી હતી. આ ઘટના બાદ FIR નોંધાઈ અને તપાસ શરૂ થઈ. આ ઘટના બાદ મુખ્યમંત્રીના સચિવ સસ્પેન્ડ કરાયા તેમજ ઈન્ટેલિજન્સ ચીફની બદલી કરાઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય આકાશમાં દુશ્મનોનો સામનો કરવામાં આવશે, સ્વદેશી એરબોર્ન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમને મળી લીલી ઝંડી!

આ પણ વાંચો:બિહારમાં ચૂંટણી પહેલા CM નીતિશ કુમારની મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી વિના મુલ્યે ઉપયોગ કરી શકાશે!

આ પણ વાંચો:આ છે પ્લેન ક્રેશની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, તેમના અનુભવો તેમના જ શબ્દોમાં