જમ્મુ-કાશ્મીરમાં ખાકી સતત આતંકવાદીઓના નિશાના પર છે. રવિવારે સાંજે થયેલા આતંકી હુમલામાં એક પોલીસ જવાન ઘાયલ થયો હતો, આ આતંકી હુમલો પુલવામાના બુંદજુમાં થયો હતો. બાદમાં જવાનને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે.
ઘરેથી નીકળતી વખતે ફાયરિંગ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલો સાંજે 7.10 વાગ્યે થયો હતો. હુમલાનો ભોગ બનેલાનું નામ મુશ્તાક અહેમદ વેગવે છે અને તે જમ્મુ અને કાશ્મીર પોલીસમાં ફોલોઅર તરીકે પોસ્ટેડ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ બુંદજુ સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. તેમને સારવાર માટે બોન અને જોઈન્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Jammu & Kashmir | A police personnel shot at by terrorists at Bandzawoo in Pulwama. He has been shifted to a local hospital.
Details awaited.
— ANI (@ANI) December 19, 2021
આતંકવાદી હુમલાઓ સતત થઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. તાજેતરમાં જ શ્રીનગર નજીક પોલીસ બસને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. આ હુમલામાં ત્રણ સશસ્ત્ર પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે 11 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના જેવાન વિસ્તારમાં બની હતી, જ્યાં અલગ-અલગ સુરક્ષા દળોના ઘણા કેમ્પ છે. આતંકવાદીઓએ અત્યંત સુરક્ષિત ગણાતા આ વિસ્તારમાં બસ પર ગોળીબાર કર્યો હતો.
Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!
National / રાહુલ-પ્રિયંકા અમેઠીનો ગઢ જીતવા માટે નીકળ્યા પગપાળા, જુઓ તસવીરો
National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો
Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય
Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ
