Not Set/ ફાઇનલમાં સિંગોપોરના લોહ કીને કિદામ્બી શ્રીકાંતને હરાવીને સિંગલ ટાઇટલ જીત્યું.સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય

સિંગાપોરના લોહ કીને ભારતના કિદામ્બી શ્રીકાંતને હરાવી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતી લીધું છે. આ મેચની પ્રથમ ગેમ હાર્યા બાદ શ્રીકાંતે બીજી ગેમમાં જોરદાર સંઘર્ષ કર્યો,

Top Stories Sports

સિંગાપોરના લોહ કીને ભારતના કિદામ્બી શ્રીકાંતને હરાવી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતી લીધું છે. આ મેચની પ્રથમ ગેમ હાર્યા બાદ શ્રીકાંતે બીજી ગેમમાં જોરદાર સંઘર્ષ કર્યો, પરંતુ તે જીતી શક્યો નહીં. પ્રથમ ગેમ 21-15થી હાર્યા બાદ શ્રીકાંતે બીજી ગેમમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો આ 22-20થી હાર થઇ હતી  અને  સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તે ભારતીય મેનસમાં કે જેણે આ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.

શ્રીકાંતને પહેલા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં લીડ લીધા પછી, ભારતીયે નબળો દેખાવ કર્યો અને પ્રથમ ગેમ 21-15થી ગુમાવી દીધી. આ ગેમમાં શ્રીકાંત એક સમયે 11-7થી આગળ હતો.

ભારતના લક્ષ્ય સેને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. લક્ષ્ય આવું કરનારો ત્રીજો ભારતીય ખેલાડી છે. તેમના પહેલા પ્રકાશ પાદુકોણે 1983માં અને સાઈ પ્રણીતે 2019માં આ કારનામું કર્યું હતું. ફાઈનલ મેચમાં ભારતના શ્રીકાંતનો મુકાબલો લોહ કીન યૂ સામે છે.