Surat News : એક વેપારીને ટેક્સની રંફંડ કરવા તેની પાસેથી રૂ.1500 ની લાંચ લેનારા રાજ્ય વેરા અધિકારી, સુરતની ACB એ ધરપકડ કરી છે. આ કેસની વિગત મુજબ ફરિયાદી દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. , જે વેપાર સબબ રેગ્યુલર ટેક્ષ ભરતો હતો. જે બાબતે ફરીયાદીને કાયદેસરનુ રીફંડ લેવાનુ નીકળતું હતું.
જેમાં રીફંડની રકમ પરત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે સુરત રાજ્યકર ભવન ખાતે ફરજ બજાવતા રાજ્ય વેરા અધિકારી નિલેષ બચુભાઈ પટેલે રૂ.15,૦૦૦ ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
જેને આધારે ACB ની ટીમે સુરત રાજ્યકર ભવન રાજ્ય વેરા અધિકારીની ચેમ્બરમાં જાળ બિછાવીને રાજ્ય વેરા અધિકારી નિલેશભાઇ પટેલને રૂ. 15000 ની લાંચ લેતા ઝડપી લીધો હતો.
આ પણ વાંચો:સુરતના ઉધનામાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામની ગેંગ પર કરાઈ કાર્યવાહી
આ પણ વાંચો:સુરતમાં 12 વર્ષની પુત્રીએ કર્યો આપઘાત! ‘મમ્મી, મારાથી ફોન પાણીમાં પડી ગયો’
આ પણ વાંચો:સુરતમાં ઝૂલામાં ગળેફાંસો આવી જતા 1 વર્ષની બાળકીનું મોત