Surat News: સુરત (Surat)માં 12 વર્ષની પુત્રીથી મોબાઈલ ફોન પાણીની ડોલમાં પડી જતાં આપઘાત (Suicide) કર્યો હોવાનું સામે આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમજ આપઘાત પહેલા સુસાઈડ નોટમાં પોતાની ભૂલ બદલ માફી માંગી હતી.
સુરત જીલ્લાના કતારગામ (Katargam road) રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી 12 વર્ષની દીકરીએ ગળેફાંસો ખાતા ચકચાર મચી ગઈ હતી. રવિવારે જૈનીસા ધુધલે તેના માતાપિતા બહાર ગયા હતા ત્યારે રૂમમાં દુપટ્ટા વડે પંખે ગળે ફાંસો ખાધો હતો. તેની બહેને આ જોતાં બૂમાબૂમ કરી મૂકી હતી. બાદમાં પાડોશીઓએ તાત્કાલિક પોલીસ અને જૈનિસાના માતાપિતાને જાણ કરી હતી.
મૃતક દીકરીને પોલીસે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે તપાસ કરતા તેમને સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, મમ્મી મને માફ કરજે. મારાથી ભૂલ થઈ ગઈ. મોબાઈલ ફોન હાથમાંથી પાણીની ડોલમાં પડી ગયો હતો. મારા ગયા પછી રડતી નહીં, ભાઈ અને બહેનનું ધ્યાન રાખજે. પોલીસના મતાનુસાર ફોન પડી જતાં ગભરાટમાં આ પગલું ભર્યુ હોવાનું જણાઈ રહ્યું છે. વહાલસોયી દીકરીના જવાથી માતાપિતા આઘાતમાં છે, પરિવારમાં શોક ફેલાયો છે.
તાજેતરમાં આણંદનાં આંકલાવ (Anklav) તાલુકાના ખડોલ ગામમાં પરિવારના સભ્યોએ કિશોરીને ભોજન રાંધવા બદલ કહ્યું હતું. આ કારણથી માઠું લાગતાં ઘર છોડીને દૂર લીમડાના ઝાડ પર કપડાં વડે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે સ્થાનિક લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તેમના પરિવારના સભ્યોને જાણ કરી અને પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાની જાણ અંકલાવ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં મહંતના આપઘાત મામલે થયાં ખુલાસા, ‘મંદિર તોડવાનું દબાણ હતું’
આ પણ વાંચો:આણંદના આંકલાવમાં કિશોરીએ મોતને ગળે લગાવ્યું, કારણ જાણી ચોંકી જશો
આ પણ વાંચો:બનાસકાંઠામાં શિક્ષકની આત્મહત્યાના કેસમાં ફરિયાદ દાખલ
