સુરત,
સુરતમાં લોકસભા બેઠક માટે પોસ્ટર યુદ્ધ આગળ વધ્યું.હવે ભાજપ અને કોંગ્રેસને ચેતવણી આપતા પોસ્ટર લાગાવામાં આવ્યા હતા.પાટીદાર સમાજના નામે વરાછાના હીરાબાગ ખાતે આ પોસ્ટર લગાવામાં આવ્યા હતા.સુરત લોકસભાની ટિકિટ પાટીદાર અથવા સૌરાષ્ટ્ર સમાજને જ આપવા આ પોસ્ટર લગાવામાં આવ્યા હતા.
આ બે સમાજમાંથી ટિકિટ ન અપાય તો ચૂંટણીમાં જવાબ આપવા ચીમકી પણ આપી છે.પોસ્ટરમાં ડાયમંડ એસોસિયેશન, માં ખોડલ સમિતિ, પાટીદાર એકતા મંચ, સુરત બિલ્ડર એસોસિયેશન, સમસ્ત પાટીદાર યુવા મોરચાના પોસ્ટરમાં નામ લખાયા છે.મહેશ સવાણીની દાવેદારી બાદ પોસ્ટર યુદ્ધ વધ્યુ હોવાનું અનુમાન લગાયું છે.
