વલસાડ,
વલસાડમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે આતંક મચાવ્યો હતો અને ચોરી કરીને ફરાર થઇ હતી. મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના સરી ગામમાં આવેલ મેડિકલની દુકાનમાં આ ગેંગ ત્રાટકી હતી.
દ્ઘશ્યોમાં તમે જોઇ શકો છો મોડી રાત્રે ત્રાટકેલી આ ગેંગના એક શખ્સ મેડિકલ સ્ટોરનું તાળુ તોડી નાખે છે અને અંદર પ્રવેશીને આમતેમ ફરે છે અને મેડિકલના તમામ ખાના ખોલીને રોકડ શોધી રહ્યો છે.
રોકડ રકમની ચોરી કરીને આ શખ્સ પલાયન થઇ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ હતી. ત્યારે હવે પોલીસે સીસીટીવીના આધારે ગેંગને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, 10 દિવસમાં આ બીજીવાર ચોરી થતાં દુકાનમાલિકો રોષે ભરાયા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા.
