વડોદરા,
વડોદરામાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. દેશ સહિત રાજ્યભરમાં જુદી જુદી થીમ ઉપર ગણેશોત્સવની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે ખંડેરાવ માર્કેટમાં તાનાજીની ગલીમાં પાકિસ્તાનના કબ્જામાંથી સિયાચીન વિસ્તારના સૌથી ઉંચા ઉત્તુંગ શિખરને બાના સિંઘે મુક્ત કરાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

પરમવીરચક્ર સુબેદાર બાના સિંઘની આગેવાની હેઠળ આ સર્વોચ્ચ શિખરને કબ્જે કરવામાં આવ્યુ હતુ. તેમના માનમાં તે શિખરને બાના ટોપ નામ આપવામાં આવ્યુ છે. આથી તેમના માનમાં દક્ષિણી ફળિયા યુવક મંડળ દ્વારા સિયાચીનની પર્વતમાળા બનાવવામાં આવી છે અને સૈનિકો,યુદ્ધ માટેની ટેન્ક, ઝાડ, લશ્કરી ટ્રકો અને મકાન પેપરમાંથી આબેહૂબ બનાવવામાં આવ્યા છે. જ્યારે પ્રવેશદ્વારા કંતાનમાંથી બનાવવામાં આવ્યા છે.

મંડળના યુવાનોએ જણાવ્યું હતું કે, આ મુવિંગ ડેકોરેશનમાં ૧૯૮૭માં વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વનો એવો સિઆચીન વિસ્તારમાં પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરી. તેમણે એક મહત્વની જગ્યા પર કબ્જો કર્યો હતો. અને તેનું નામ કૈદ એ આઝમ આપ્યું હતું. તે જગ્યાની ઉંચાઈ ૬૫૦૦ મીટર હતી. અને તે સિઆચીન વિસ્તારનું સૌથી ઉત્તુંગ શિખર હતું. આ જગ્યા પરથી પાકિસ્તાનીઓ ભારતીય ચોકીઓ પર આસાનીથી નિશાન સાધી શકે તેમ હતા.

બાના સિંઘ અને તેમના સાથી સૈનિકોએ ૪૫૭ મિટર ઉંચી બરફની દિવાલ પર ચઢી ગયા હતા. શિખર પર પહોંચ્યા બાદ બાના સિંઘે જોયું કે ત્યાં માત્ર એક જ પાકિસ્તાની બંકર હતું જેમાં તેમણે હાથગોળો ફેંકી અને દરવાજો બહારથી બંધ કરી દીધો. જેથી અંદર રહેલા તમામ લોકો માર્યા ગયા.

૨૬ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ બાના સિંઘને ઑપરેશન રાજીવ દરમિયાન બહાદુરી બતાવવા માટે ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેમના માનમાં કબ્જે કરાયેલ શિખરને બાના ટોપ નામ અપાયું છે. દક્ષીણી યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા સુબેદાર બાનાસિંઘ સાથે જોડાયેલી સ્ટોરીના ડેકોરેશને ભારે આકર્ષણ જમાવ્યું છે.
