Weather News : ગુજરાતમાં (Gujarat Forecast) આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન(Gujarat Forecast) વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજવાળા પવનોના પ્રભાવને કારણે આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેવાની સંભાવના છે.
બીજી તરફ, જ્યાં વરસાદ ઓછો નોંધાયો છે ત્યાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 12 જુલાઈના રોજ સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું, જ્યાં મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં પણ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન નિષ્ણાતોના મતે, જ્યાં વરસાદ નહીં પડે ત્યાં આગામી દિવસોમાં તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે (Gujarat Forecast) વિશેષ ચેતવણી જાહેર કરી છે. 13 અને 14 જુલાઈ દરમિયાન દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને આ બે દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સુરક્ષાના હિતમાં દરિયામાં જતાં પહેલાં હવામાનની તાજી માહિતી પર નજર રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલ Vs વિજ્ઞાન જાથા: હવામાન આગાહીને લઈને વિવાદ ગરમાયો, જયંત પંડ્યાએ ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી જાહેરાત: હવે વરસાદની આગાહી નહીં કરે, કહ્યું- લોકોનો સપોર્ટ મળશે તો ફરી વિચાર કરીશ
આ પણ વાંચો: ચોમાસું પડ્યું નબળું, વરસાદની ખાધ 14%થી વધીને 18% થઈ; IMDની નવી આગાહી
