Gandhinagar News: ગુજરાતમાં વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે (Ambalal Patel) મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં તેઓ વરસાદ અંગે કોઈપણ પ્રકારની આગાહી નહીં કરે. તેમના આ નિર્ણય બાદ રાજ્યભરમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. વર્ષોથી પરંપરાગત વૈદિક જ્ઞાન અને પોતાની આગાહી પદ્ધતિના આધારે હવામાન અંગે આગાહી કરતા આવેલા અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ કોઈ વિવાદનો ભાગ બનવા માંગતા નથી. તેમના મતે સમાજનું કલ્યાણ અને લોકોનો વિશ્વાસ કોઈપણ વિવાદ કરતાં વધુ મહત્વનો છે.
Ambalal Patelએ વિજ્ઞાન જાથાના આક્ષેપો પર વ્યક્ત કરી નારાજગી
અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું કે વિજ્ઞાન જાથા તરફથી કરવામાં આવેલા આક્ષેપોથી તેમને દુઃખ થયું છે. તેમના કહેવા મુજબ આ પ્રકારના નિવેદનો માત્ર તેમની વ્યક્તિ વિરુદ્ધ નથી, પરંતુ સદીઓથી ચાલતી આવતી વૈદિક પરંપરા અને ઋષિમુનીઓના જ્ઞાન પર પણ પ્રશ્નાર્થ ઊભો કરે છે.તેમણે ઉમેર્યું કે પરંપરાગત જ્ઞાનને આ રીતે શંકાના દાયરામાં મૂકવું યોગ્ય નથી અને આવા વિવાદોમાં તેઓ જોડાવા માંગતા નથી.
હાલ આગાહીથી રહેશે દૂર
અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં તેઓ વરસાદ અંગે કોઈ આગાહી કરવા ઇચ્છતા નથી. તેમના જણાવ્યા મુજબ વિવાદના વાતાવરણમાં આગાહી કરવી યોગ્ય નથી, તેથી થોડા સમય માટે તેમણે આગાહીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
લોકોના સમર્થન પર આધારિત રહેશે આગળનો નિર્ણય
અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ અત્યાર સુધી લોકકલ્યાણની ભાવનાથી આગાહીઓ કરતા આવ્યા છે. જો ભવિષ્યમાં તેમને લોકોનો વિશ્વાસ અને પૂરતું સમર્થન મળશે તેમજ અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે, તો તેઓ ફરીથી વરસાદ અંગે આગાહીઓ શરૂ કરવાનો વિચાર કરી શકે છે. જોકે હાલ તેઓ કોઈપણ પ્રકારની વરસાદી આગાહી નહીં કરે તેવું સ્પષ્ટ કર્યું છે.
આ પણ વાંચો:આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે વ્યક્ત કરી સંભાવના
આ પણ વાંચો:અંબાલાલ પટેલના સમર્થનમાં ધારાસભ્યો અને આગેવાનો, કહ્યું- હવે મારી જવાબદારી વધી ગઈ
આ પણ વાંચો:અંબાલાલ પટેલ Vs વિજ્ઞાન જાથા: હવામાન આગાહીને લઈને વિવાદ ગરમાયો, જયંત પંડ્યાએ ઉઠાવ્યા સવાલ
