Not Set/ ડોક્ટર બક્ષીના બંગલામાં ચોકીદારની હત્યાનો મામલો, એક શખ્સની કરી ધરપકડ

જામનગર, જામનગરમાં ખંભાળિયા ગેઇટ બહાર ડોક્ટર બક્ષીના બંગલામાં લૂંટ વિથ હત્યાના બનાવમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. વૃદ્ધ ચોકીદારની હત્યા નીપજાવી અને ફરાર થઇ ગયેલા બિહારી શખ્સ પણ આ જ બંગલામાં દિવસના ચોકીદાર તરીકે 10 દિવસ સુધી રહ્યો હતો. તેનો ઈરાદો બંગલામાં કેટલીય તિજોરીઓ લુંટવાનો હતો..ડોકટર બક્ષી તેના પરિવાર સાથે બહારગામ જઈ રહ્યા હોવાથી બંગલાની […]

Top Stories Gujarat

જામનગર,

જામનગરમાં ખંભાળિયા ગેઇટ બહાર ડોક્ટર બક્ષીના બંગલામાં લૂંટ વિથ હત્યાના બનાવમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. વૃદ્ધ ચોકીદારની હત્યા નીપજાવી અને ફરાર થઇ ગયેલા બિહારી શખ્સ પણ આ જ બંગલામાં દિવસના ચોકીદાર તરીકે 10 દિવસ સુધી રહ્યો હતો.

તેનો ઈરાદો બંગલામાં કેટલીય તિજોરીઓ લુંટવાનો હતો..ડોકટર બક્ષી તેના પરિવાર સાથે બહારગામ જઈ રહ્યા હોવાથી બંગલાની ચોકીદારી માટે સોની સિક્યુરિટી એજન્સીનો સંપર્ક કરી દિવસ માટે ચોકીદારની માગણી કરી હતી.

સોની સિક્યુરીટી એજન્સી દ્વારા સંજીત સત્યનારાયણ ચૌધરીને ગેઈટબહારના ચોકીદાર તરીકે નીમ્યો હતો..લુંટને અંજામ આપવા બંગલા ખાતે પહોચ્યો અને ત્યાં તેને હાજર ચોકીદાર ત્રિભુવનભાઈ બકરાણીયા સાથે બંગલામાંથી ચોરી કરવા માટે ઘણી રકજક કરી પણ ત્રિભુવનભાઈ એક ના બે ના થતા સંજીતે તેની હત્યા નીપજાવી. બંગલામાં રહેલી થોડીઘણી રોકડ અને કાર લઇને નાશી છુટ્યો હતો.