Sexual Hbby @89/ 89 વર્ષીય ‘હાયપરસેક્સ્યુઅલ’ પતિની માંગણી નહીં સંતોષી શકતા 87 વર્ષીય દાદીએ અભયમની લીધી મદદ 

“89 વર્ષીય સત્યરોમીએ વારંવાર તેની વયોવૃધ્ધ પત્ની પાસેથી જાતીય સુખની માંગણી કરી હતી. જ્યારે 87 વર્ષની પત્ની જે સતત બીમાર રહેતી હતી અને પતિની માંગણીઓ પૂરી કરી શકે તેમ ના હતી. 

Top Stories Gujarat Vadodara

અભયમ આમતો સામાન્ય રીતે મહિલાઓને મદદ કરવા માટે જાણીતું છે. અવાર નવાર મહિલાઓને ડોમેસ્ટિક વોયોલેન્સના કિસસ્મા મદદ કરતું રહે છે. અને અનેક કિસ્સામાં મહિલાઓ પણ તેમના દ્વારા લાવવામાં આવેલા નિવેડાથી સતોષની લાગણી અનુભવે છે. પરંતુ  વડોદરા ખાતે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક  87 વર્ષીય વૃદ્ધાએ પોતાના પતિ  વિરુદ્ધ સેક્સ્યુલ હેરેસમેંટની ફરિયાદ કરી છે.  વૃદ્ધાની ફરિયાદથી અભયમની ટિમ પણ  ચોકી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના એક એક 87 વર્ષીય મહિલા તેના 89 વર્ષના હાયપરસેક્સ્યુઅલ પતિથી બચાવવા મદદ માંગી રહી હતી!
અભયમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “89 વર્ષીય સત્યરોમીએ વારંવાર તેની વયોવૃધ્ધ પત્ની પાસેથી જાતીય સુખની માંગણી કરી હતી. જ્યારે 87 વર્ષની પત્ની જે સતત બીમાર રહેતી હતી અને પતિની માંગણીઓ પૂરી કરી શકે તેમ ના હતી.

જો કે તેમની વચ્ચે વર્ષોથી સ્વસ્થ શારીરિક સંબંધ હતા પરંતુ મહિલા એક વર્ષ પહેલા બીમાર પડી હતી અને પથારીવશ હતી. તે ભાગ્યે જ હલનચલન કરી શકતી હતી અને તેના પુત્ર અને પુત્રવધૂના ટેકાથી જ ચાલી શકતી હતી,” જો કે વૃધ્ધ મહિલાની આ પરિસ્થિતી થી તેનો પતિ સંપૂર્ણપણે વાકેફ છે.

છતાં  પણ 89 વર્ષીય પતિ દ્વારા વારંવાર પોતાની બીઅર પત્નીને શારીરિક સંબંધ માટે દબાણ કરવામાં આવતું હતું. જ્યારે તેણી ના પાડતી, ત્યારે તે વૃધ્ધ પતિ જે એક નિવૃત્ત એન્જિનિયર છે, તેની પત્ની અને તેમના પુત્ર પર ચીસો પાડતો અને પરિવાર સહિત આડોશી પાડોશી ને પણ આ અંગે જાણ કરતો હતો.

પિતાની હરકતોથી કંટાળીને પરિવાર માતાની સારી રીતે સંભાળ લેવામાં મુશ્કેલી અનુભવતો હતો. અને આખરે કંટાળી મહિલાએ મદદ માટે અભયમને ફોન કર્યો.

અભયમ ના અધિકારી જણાવ્યુ હતું કે, “અમને  ફોન આવ્યો, જેના પગલે અમે તરત જ તેમના ઘરે પહોંચ્યા અને તે વૃધ્ધ પતિને મળ્યા હતા.  અમે તેને કહ્યું કે તેમની આવી હરકતોથી સોસાયટીમાં તેમની છબી ખરડાઇ રહી છે. તો સાથે વૃદ્ધ અને બીમાર પત્ની જેને આખી જિંદગી તમને સાથ આપ્યો છે તે પણ હેરાન થાઈ રહી છે.  પીડાઈ રહી છે.

અભયમની ટીમે વૃદ્ધ નું કાઉન્સેલિંગ કર્યું અને અન્ય પ્રવૃતિમાં ધ્યાન આપવા માટે જણાવ્યુ હતું. જેમ કે યોગ જેવી પ્રવૃતિ ક પછી વરિષ્ઠ નાગરિકોની ક્લબમાં જોડાઈને પોતાનું સમગ્ર ધ્યાન બીજી પ્રવૃતિઓમાં વળવા જણાવ્યુ હતું. તો સાથે પરિવારના સભ્યોને વધુ કાઉન્સેલિંગ સત્રો માટે લઈ જવા અને સેક્સોલોજિસ્ટની સલાહ લેવા પણ કહ્યું  છે. જે લાંબા ગાળે સમસ્યાનો ઉકેલ લાવી શકે.