Not Set/ 2+2 વાર્તાલાપ: સુષ્માએ કહ્યું પાકિસ્તાન આતંકીઓ પર યુએસ એક્શનથી ભારત ખુશ, સાથે હણીશું આતંકવાદ

  ભારત અને અમેરિકા વચ્ચે ગુરુવારે પહેલી 2+2 દ્વિપક્ષી વાર્તાલાપ થયો હતો. આ વાર્તાલાપ દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષા, વેપાર સમેત ઘણા મુદ્દાઓ પર વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ગુરુવારે થયેલી આ મુલાકાતમાં નિર્મલા સીતારમન, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પોતાના સમકક્ષમાં અમેરિકી વિદેશી મંત્રી માઈક પોમ્પીયો રક્ષામંત્રી જેમ્સ પૈટીસ સાથે વાર્તાલાપ કરી હતી. Delhi: United States Secretary […]

Top Stories India

 

ભારત અને અમેરિકા વચ્ચે ગુરુવારે પહેલી 2+2 દ્વિપક્ષી વાર્તાલાપ થયો હતો. આ વાર્તાલાપ દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષા, વેપાર સમેત ઘણા મુદ્દાઓ પર વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ગુરુવારે થયેલી આ મુલાકાતમાં નિર્મલા સીતારમન, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પોતાના સમકક્ષમાં અમેરિકી વિદેશી મંત્રી માઈક પોમ્પીયો રક્ષામંત્રી જેમ્સ પૈટીસ સાથે વાર્તાલાપ કરી હતી.

બંને દેશેનાં વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન કોમ્યુનિકેશન કોમ્ટેટીબિલીટી એન્ડ સિકયુરિટી એગ્રીમેન્ટ(COMCASA) સમજૂતી પર સહી કરવામાં આવી છે. આ સમજુતી અંતર્ગત ભારતને અમેરિકાની નવી ટેક્નોલોજી સાથે કામકરવાનો ફાયદો મળશે. આ સિવાય બંને દેશો હવે નવી હોટલાઇન સાથે જોડાશે. આ નવી હોટલાઇન રક્ષામંત્રી અને વિદેશમંત્રી સ્તરની હશે.

ભારત અને અમેરિકા આતંકવાદ વિરુદ્ધ સાથે:-

બંને દેશોને સાથે પત્રકાર પરિષદને સંબોધતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ભારતને ન્યુક્લિયર સ્લયર ગ્રુપ (NSG) માં સમાવેશ કરવા પાર પણ વાત કરવામાં આવી હતી. અમે અમેરીકાની અફઘાનિસ્તાન નીતિનું સમર્થન કરીએ છીએ.

સુષ્માએ જણાવ્યું હતું કે અમેરિકા તરફથી લશ્કર-એ-તોયબા વિરુદ્ધ કરવામાં આવેલ કાર્યવાહીનું અમે સ્વાગત કરીએ છીએ. આ બધા ગઠબંધન પાકિસ્તાનથી કામકારે છે, જે ભારત અને અમેરિકા પર સીધી અસર કરે છે. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ભારતે આ બેઠકમાં એચવન બી વિઝાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, અમને વિશ્વાસ છે કે અમેરિકા ભારતનાં હિતોને ધ્યાનમાં રાખતા નિર્ણય લેશે.

જયારે રક્ષામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા આતંકવાદ વિરુદ્ધ સાથે કામ કરશે. બંને દેશો વચ્ચે નવી હોટલાઇન જોડાઇ છે. તેમને જણાવ્યું હતું કે ભારત અને અમૅરિકા વચ્ચે આ બેઠકમાં પાકિસ્તાન, આતંકવાદનાં મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવી હતી. ભારત અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ સાથે માંડીને કામ કરશે.