રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. ગઇ કાલે રાજકોટ શહેરમાં કોરોનાનો નવા 44 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આ 44 કેસ સાથે રાજકોટ શહેરમાં કોરોનાનાં સંક્રમણનો અત્યાર સુધીનો કુલ આંક 4774 પર પહોંચ્યો છે. મોતનાં આંકડા મામલે પણ રાજકોટમાં હાહાકાર જોવામાં આવે છે અને ગઇકાલનાં દિવસમાં 33 દર્દીઓના મોત થયાનું નોંધવામાં આવ્યું છે. 33 મરણજનાર દર્દીમાં શહેરનાં 29 અને જીલ્લાના 2 દર્દીઓનાં મોત થયા હતા, સાથે સાથે અન્ય જિલ્લાના 2 દર્દીઓનાં મોત નીપજ્યા છે.
આપણ વાંચો :
આમ તો રાજકોટમાં કોરોનાનાં મોતનાં આંકડાને લઇને અનેક પ્રકારની વિસંગતતા જોવામાં આવી રહી છે. જેમ કે ગઇકાલનાં મોતનાં આંકડાની વાત કરવામાં આવે તો ગઇકાલે COVID-19 અખબારી યાદી ક્રમાંક: 252, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ મોતનો આંક રાજકોટ શહેરમાં 1 અને રાજકોટ ગ્રામ્યમાં 1 નોંધવામાં આવ્યો હતો, જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા આંકડા પ્રમાણે રાજકોટમાં ગઇ કાલે શહેરમાં 29 અને જીલ્લામાં 2 દર્દીઓ એમ કુલ મળીને 31 મોત નોંધવામાં આવ્યા છે.
પ્રજા ભયભીત છે, વિપક્ષ પાછલા લાંબા સમયથી આંકડાની વિસંગતતા મામલે રાજનીતિ કરી રહ્યું છે અને પ્રજા વિચારાધીન છે કે સાચું શું છે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
