અકસ્માતની ઘટના અવારનવાર સામે આવતી હોય છે ત્યારે ધરમપુર પોલીસ મથકની સામે અકસ્માત સર્જાયો હતો. વલસાડમાં વિદ્યાર્થીની પર બસનું ટાયર ફરી વળ્યું હોવાના સમાચાર પ્રકાશમમાં આવ્યાંં છે. ઘટના પર પ્રકાશ ફેંકીએ તો, ધરમપુર પોલીસ મથકની સામે વિદ્યાર્થીને ચક્કર આવતાં તે રોડ પર લથડી પડી હતી. પાછળ આવતી બસનું ટાયર વિદ્યાર્થીની પર ફરી વળતાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
