Election/ કોર્પોરેશનમાં ભાજપનાં ઉમેદવારો માટે ભારે હોડ, 6 કોર્પોરેશનમાં 10 હજાર કરતાં વધુ દાવેદારો

ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણી પ્રથમ તબક્કામાં 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. દરમિયાન 6 કોર્પોરેશન માટે ઉમેદવારો શોધવાની કવાયત પ્રદેશ ભાજપે આદરી છે. 27 જાન્યુઆરી સુધીમાં કોર્પોરેશનની ઉમેદવાર પસંદગી પ્રથમ તબક્કાની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે.

Gujarat Others

ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણી પ્રથમ તબક્કામાં 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. દરમિયાન 6 કોર્પોરેશન માટે ઉમેદવારો શોધવાની કવાયત પ્રદેશ ભાજપે આદરી છે. 27 જાન્યુઆરી સુધીમાં કોર્પોરેશનની ઉમેદવાર પસંદગી પ્રથમ તબક્કાની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે.

ગુજરાતમાં અમદાવાદ – રાજકોટ – સુરત – વડોદરા – જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. રાજ્યચૂંટણીપંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વની સંગઠન ટીમ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણતાના આરે છે. ચૂંટણી આયોજીત 6 કોર્પોરેશનમા પ્રદેશ ભાજપે નિરીક્ષકો મોકલીને ઉમેદવારી કરવા ઇચ્છુક અને તેમના સમર્થકોને સાંભળ્યા છે. દરમિયાન છ કોર્પોરેશનમાં સૌથી વધુ દાવેદારી અમદાવાદ મહાનગરમાં કરવામાં આવી છે. તેમાં પણ શહેરના લઘુમતી બહુમતી ધરાવતાં વિસ્તાર દાણીલીમડા – ખાડિયા-જમાલુપર – બહેરામપુરા-મક્તમપુર-જુહાપુરા સહિતના વિસ્તારોમાં જ્યાં લઘુમતી દાવેદારી વધુ હોય છે. આ વખતે પ્રથમવાર આ વિસ્તારમાં દાવેદારોમાં હોડ જામી છે. પ્રાથમિક દાવેદારીમાં છ કોર્પોરેશનમાં અંદાજે 10 હજાર કરતાં વધુ દાવેદારોએ ઉમેદવાર તરીકે દાવેદારી કરી છે.

કોર્પોરેશનમાં કેટલી દાવેદારી

  •  કોર્પોરેશન          –        દાવેદારી
  • અમદાવાદ         –         6000
  •  સુરત                 –        2000
  • વડોદરા              –          800
  •  રાજકોટ             –          800
  • ભાવનગર          –         700
  • જામનગર           –         525

——કુલ——————-     10625———————–

ભાવનગર મહાનગરપાલિકાના ઉત્તરકૃષ્ણનગર વોર્ડની વિશિષ્ટતા રહી છે કે ભાજપમાંથી એકપણ ઉમેદવારે દાવેદારી કરી નથી. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ વોર્ડ કોંગ્રેસનો ગઢ મનાય છે..આ વખતે સીમાંકનમાં આ વખતે ભાજપને ફાયદો થઇ શકે છે.પરિણામે રણનીતિના ભાગરૂપે ઉમેદવારી માટે દાવેદારી કોઇએ નહીં કરવાન ચર્ચા સ્થાનિકસ્તરે થઇ રહી છે. હવે કયા ઉમેદવાર પર પસંદગી થશે તેના પર સૌની નજર છે.

દાવેદારી માટે માર્ગદર્શિકા

  • રામમંદિર નિર્માણ નિધિમાં યોગદાન
  • સામાજિક-શૈક્ષણિક યોગદાન
  • વિકાસકાર્યમાં યોગદાન
  • સામાજિક પ્રતિષ્ઠ
  • રાજકીય યોગદાન

રાજ્યની 6 કોર્પોરેશન પૈકી જામનગર અને ભાવનગર કોર્પોરેશનમાં સેન્સ પ્રક્રિયા સોમવારે સંપન્ન થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…