Not Set/ વડોદરાના પાદરમાં રોડનું કામ થતું સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવ્યું,ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ

વડોદરા, વડોદરાના પાદરમાં રોડનું કામ થતું સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવ્યું છે. લોકોએ રોડમાં મોટે પાયે ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ કરીને રોડનું કામ અટાકાવવાનો પ્રયાસ કર્યો છે. પાદરાના સાધીથી સરસવણી ડામર રોડનું કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. રોડમાં હલ્કી ગુણવતાનું મટીરીયલ્સ વપરાતું હોવાને કારણે 24 કલાકમાં જ રોડ ઉખડી ગયો હતો. જેથી સ્થાનિકોએ રોષે […]

Top Stories Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરાના પાદરમાં રોડનું કામ થતું સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવ્યું છે. લોકોએ રોડમાં મોટે પાયે ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ કરીને રોડનું કામ અટાકાવવાનો પ્રયાસ કર્યો છે.

પાદરાના સાધીથી સરસવણી ડામર રોડનું કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. રોડમાં હલ્કી ગુણવતાનું મટીરીયલ્સ વપરાતું હોવાને કારણે 24 કલાકમાં જ રોડ ઉખડી ગયો હતો.

જેથી સ્થાનિકોએ રોષે ભરાઇ ગયા હતા અને વિરોધ કર્યો હતો. સ્થાનિક રોડ બનાવવાના મશીન પાસે બેસી ગયા હતા અને જિલ્લા પંચાયત દ્વારા મટીરીયલ્સની તપાસ કરવા માટેની માંગ કરી હતી.