Gandhinagar News:બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચને ગુજરાતના ગિફ્ટ સિટી (Gift City) માં એક મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં પગ મૂક્યો છે. મુંબઈ આધારિત શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયાલ્ટી લિમિટેડ સાથે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ હેઠળ શાહપુર ગામ (Shahpur village)માં આવેલી જમીન પર અલ્ટ્રા-લક્ઝરી મિક્સ્ડ-યુઝ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે.આ જમીનની ખરીદી 23 નવેમ્બર 2011ના રોજ અમિતાભ બચ્ચને 7 કરોડ રૂપિયામાં કરી હતી. તે સમયે આ જમીન ચાંદલોડિયાના વિરમભાઈ રૂડાભાઈ ગમારા પાસેથી ABCL (Amitabh Bachchan Corporation Limited)ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ રિષિકેશ યાદવે અમિતાભ બચ્ચનના પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે ખરીદી હતી. તે દિવસોમાં ગિફ્ટ સિટી (Gift City) હજુ વિકાસના પ્રારંભિક તબક્કામાં હતું, પરંતુ આજે તે ભારતનું સૌથી મહત્વાકાંક્ષી ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર (IFSC) બની ગયું છે.

ગિફ્ટ સિટી (Gift City)માં 2011માં 7 કરોડમાં ખરીદાયેલી જમીનનું મૂલ્ય આજે 210 કરોડથી વધુ થયું
આ પ્રોજેક્ટમાં કુલ બિલ્ટ-અપ એરિયા 10 લાખ ચોરસ ફૂટથી વધુ છે અને તે અલ્ટ્રા-લક્ઝરી મિક્સ્ડ-યુઝ છે.ફ્રીહોલ્ડ, નોન-એગ્રીકલ્ચરલ,સાબરમતી નદી (Sabarmati River) કિનારે આવેલી આશરે 23,000 ચોરસ મીટર જમીન છે.આ પ્રોજેક્ટ ગુજરાતમાં શ્રી લોટસ ડેવલપર્સનો પ્રથમ પ્રોજેક્ટ છે અને તેના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર આનંદ કે. પંડિત અનુસાર, “ગિફ્ટ સિટી (Gift City) ઝડપથી વૈશ્વિક ફાઈનાન્સ અને બિઝનેસ હબ તરીકે વિકસી રહ્યું છે. મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રગતિશીલ નીતિઓ અને દેશ-વિદેશના રોકાણકારોના વધતા રસને કારણે અહીં પ્રીમિયમ અને અલ્ટ્રા-લક્ઝરી રહેણાંક તથા કોમર્શિયલ સ્પેસની માંગ ખૂબ વધી રહી છે.”

માહિતી અનુસાર 2011માં 7 કરોડમાં ખરીદાયેલી આ જમીનનું મૂલ્ય આજે 210 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ ગિફ્ટ સિટી (Gift City)ની સફળતા અને નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project)ના વિકાસને કારણે શક્ય બન્યો છે.શાહપુર ગામના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. એક સ્થાનિક નિવાસીએ કહ્યું, “પંદર વર્ષ પહેલાં અહીં જમીનના ભાવ ઓછા હતા, પરંતુ આજે ઘણી મોટી કંપનીઓ અહીં રોકાણ કરી રહી છે. આ પ્રોજેક્ટથી અમારા ગામનો વિકાસ થશે અને તે સમગ્ર ભારતમાં નંબર-1 ગામ બની શકે છે.”શ્રી લોટસ ડેવલપર્સે હાલમાં મુંબઈમાં 4.2 લાખ ચોરસ ફૂટ કાર્પેટ એરિયાના 4 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે, 6 પ્રોજેક્ટ ચાલુ છે અને 12 આગામી પ્રોજેક્ટ્સ સાથે કુલ ૨૭.૬ લાખ ચોરસ ફૂટ વિકસાવવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં શહેરી વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને ‘સ્વનિધિ સમારોહ–2026’ યોજાયો
આ પણ વાંચો:ગાંધીનગરમાં ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા, માંગણીઓ ન ઉકેલાય તો આંદોલનની ચીમકી
આ પણ વાંચો:તત્વમ ઇમેજિંગ સેન્ટર વાળી જમીન શ્રીસરકાર કરવા જિલ્લા કલેકટરનો આદેશ
