Gandhinagar Kisan Sangh Meeting: ગાંધીનગરમાં આજે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh Gujarat) ની મહત્વની બેઠક યોજાઈ રહી છે. રાજ્યભરના ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ અને પડતર માંગણીઓ અંગે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ભારતીય કિસાન સંઘ (Kisan Sangh)ના નેતાઓ ખેડૂતોની તકલીફો સાંભળીને આગામી રણનીતિ નક્કી કરશે.
બેઠકમાં આંદોલન અંગે નિર્ણય લેવાશે
કિસાન સંઘ (Kisan Sangh) દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો ખેડૂતો (Farmer)ના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. બેઠકમાં આંદોલન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે.

સરકારને ઝડપી નિર્ણય લેવા અપીલ
કિસાન સંઘના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં રાજ્યના અંદાજે 18 હજાર ગામડાઓમાંથી ખેડૂતો ગાંધીનગર પહોંચશે. સહાય, પાક વીમા, ભાવ, સિંચાઈ અને અન્ય મુદ્દાઓને લઈને સરકાર (Government) ને ઝડપી નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે.

ખેડૂતો આક્રમક આંદોલન કરશે
સંઘના નેતાઓએ જણાવ્યું કે જો સરકાર (Government) તરફથી સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો ખેડૂતો નાછૂટકે પોતાના ખેતરો છોડીને ગાંધીનગર આવી આક્રમક આંદોલન કરશે. આજે યોજાનારી બેઠકમાં સમગ્ર આંદોલનની દિશા અને કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.

