Not Set/ ગોંડલઃ મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમમાં અનોખો લગ્નોત્સવ

ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમમાં લગ્નોત્સવ યોજાયો હતો.  બાલાશ્રમની 7 દિકરીઓના લગ્નોત્સવને લઇને રાસની રમઝટ જોવા મળી હતી. જ્યાં સાસંદ અને ધારાસભ્યએ રાસ રમ્યા હતા. સાથે નાગરિક બેન્કના ચેરમેન સહિત રાજકીય આગેવાનો પરિવાર સાથે  રાસ રમ્યા હતા. ઉલ્લેખનીય છે કે અનાથ દિકરીઓના લગ્નોત્સવને લઈને શહેરીજનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની […]

Gujarat Others

ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમમાં લગ્નોત્સવ યોજાયો હતો.  બાલાશ્રમની 7 દિકરીઓના લગ્નોત્સવને લઇને રાસની રમઝટ જોવા મળી હતી. જ્યાં સાસંદ અને ધારાસભ્યએ રાસ રમ્યા હતા. સાથે નાગરિક બેન્કના ચેરમેન સહિત રાજકીય આગેવાનો પરિવાર સાથે  રાસ રમ્યા હતા. ઉલ્લેખનીય છે કે અનાથ દિકરીઓના લગ્નોત્સવને લઈને શહેરીજનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની 7 અનાથ દીકરીઓનો આજે શાહી લગ્નોત્સવ યોજાયો છે. આ પ્રસંગે શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા.  7 દીકરીઓ સાથે લગ્ન કરનાર વરરાજાનો બેન્ડવાજા અને ફટાકડાની આતશબાજી વચ્ચે વરઘોડો નીકળ્યો હતો. જેમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. માંડવે જાન પહોંચતા જ વરમાળા યોજાઇ હતી. બાદમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ કરવામાં આવી રહી છે. રાજકોટના નિલેશભાઇ દ્વારા દરેક દીકરીને કરિયાવરમાં 100 વારનો પ્લોટ આપવામાં આવ્યો છે.

આ લગ્નોત્સવમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક સહિત રાજકીય આગેવાનો સહીત ગોંડલના રાજવી પણ હાજર રહ્યા છે. આ શાહી લગ્નમાં જમણવારમાં વાનગીઓ માંડવીયા અને જાનૈયાઓને પીરસવામાં આવશે. ગઇકાલે મંડપ વિધિ અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના રાજવી જ્યોતિન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટી આપી આશિર્વાદ આપ્યા હતા.

ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતા અને એનું ધ્યાન રાખતા. બાલાશ્રમના બાળકોના પહેરવેશમાં જાંબલી રંગનો ઉપયોગ થતો.

માતા-પિતા વગરની આ દીકરીઓના લગ્નમાં ગોંડલના રાજકીય, ઔદ્યોગિક, સામાજિક આગેવાનોની સાથે સાથે ગોંડલના સામાન્ય પ્રજાજનો પણ દીકરીના લગ્ન હોય એવી રીતે હરખથી જોડાય છે. દાતાઓ દાનનો ધોધ વહાવે છે અને દીકરીને અઢળક કરિયાવર સાથે સાસરે વળાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.