Gujart News: ગુજરાત સરકારે આજે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળશે. આ ચાર જિલ્લાના ખેડૂતોને વધુ સુવિધા આપતા વીજળી આપવાના સમયમાં વધારો કર્યો છે. મોટાભાગના ખેડૂતોને ખેતી માટે જરૂરી એવા બિયારણ અને વીજળીને લઈને સરકાર પાસે માંગ રહેતી હોય છે. ખેતી માટે વીજ કાપના બદલે વધુ સમય આપવાની માંગણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારે ખેડૂતોની આ માંગ મંજૂર રાખતા વીજળીના સમયમાં વધારો કર્યો છે.

રાજ્ય સરકારે સિંચાઈ માટે વધુ મહત્વની જરૂરિયાત ગણાતી વીજ રાહત આપી છે. આ નિર્ણય બાદ આ 4 4 જિલ્લામાં હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી અપાશે. ખેડૂતોને પાકની સિંચાઈ માટે વધુ 2 કલાક વીજળી આપવાની માંગને મંજૂર કરવામાં આવી છે. જેના બાદ રાજકોટ, જૂનાગઢ, જામનગરના ખેડૂતોને હવે 2 કલાક વધુ વીજળીની સુવિધા મળશે. નોંધનીય છે કે અગાઉ ખેડૂતો દ્વારા વધુ વીજળી આપવાની માંગ ઊભી થઈ હતી. ખેડૂતોની માંગ પર વિચાર કર્યા બાદ રાજ્ય સરકારે 4 જિલ્લામાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારમાં નોકરીની તક, આજથી શરૂ થઈ છે ભરતી
આ પણ વાંચોઃ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ
આ પણ વાંચોઃ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ૮૬ કેદીઓ થશે જેલમુક્ત,ગુજરાત સરકારનો મોટો નિર્ણય
