Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) સામાન્ય સભા શુક્રવારે એક વાર ફરી રાજકીય રણભૂમિ બની ગઈ. વિપક્ષી કોંગ્રેસના નેતા અને પૂર્વ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આતંકવાદીઓ પાસેથી મળી આવેલા રાઈઝીન કેમિકલના મુદ્દે સીધો હુમલો કરતાં સભાગૃહમાં ખળભળાટ મચી ગયો હતો.
આતંકી પાસેથી પકડાયેલ રાઈઝીન કેમિકલનો મુદ્દો ઉછળ્યો
શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો કે, “આતંકવાદીઓ પાસેથી રાઈઝીન જેવા ખતરનાક કેમિકલ મળી આવ્યા છે. જો આવા આતંકી પાણીના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન (WDS)માં ઝેર ભેળવી દે તો એકસાથે હજારો લોકોના મોત થઈ શકે છે. પરંતુ અમદાવાદના મોટા ભાગના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોની સુરક્ષા રામ ભરોશે છે. ન તો સીસીટીવી કેમેરા છે, ન સશસ્ત્ર સુરક્ષા કર્મીઓ અને ન જ પોલીસ પેટ્રોલિંગ.”
વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો
તેમણે વધુમાં કહ્યું, “AMC પાસે કોન્ટ્રાક્ટ પર ૨૫૦૦થી વધુ બાઉન્સરો છે, પરંતુ એ બધા માત્ર મેયર, ઉપમેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અધિકારીઓની વ્યક્તિગત સુરક્ષા માટે છે. જનતાના જીવ સાથે ખેલવાની આ સુવિધાઓની સુરક્ષા માટે એક પણ બાઉન્સર કેમ નથી તૈનાત?”
ગયા મહિને ગુજરાત ATSએ અમદાવાદ અને ગાંધીનગરમાંથી પકડાયેલા આતંકવાદીઓ પાસેથી રાઈઝીન (Ricin) નામનું અત્યંત ઝેરી કેમિકલ મળી આવ્યું હતું. આ કેમિકલ પાણીમાં ભેળવવામાં આવે તો થોડા જ મિલિગ્રામમાં માણસનું મોત નીપજાવી શકે છે. આ ઘટના બાદ શહેરના પાણી પુરવઠા કેન્દ્રોની સુરક્ષા પર સવાલો ઉભા થયા હતા, જેને શહેઝાદ ખાને સભામાં જોરદાર ઉઠાવ્યા.
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ધર્મના આધારે જીત્યા ઉમેદવાર?
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેની વરણી
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ

