Gandhinagar News/ ગુજરાતમાં ધોરણ 12 નું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહમાં 6 કેન્દ્રોનું 100 ટકા પરિણામ

. બનાસકાંઠા જીલ્લો 97.20 ટકા સાથે પ્રથમ રહ્યું છે, જ્યારે વડોદરા 77 ટકા સાથે છેલ્લા ક્રમાંકે છે.

Top Stories Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત બોર્ડે (Gujarat Secondary Education Board ) ધોરણ 12 નું સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર કર્યુ છે. બનાસકાંઠા જીલ્લો 97.20 ટકા સાથે પ્રથમ રહ્યું છે, જ્યારે વડોદરા 77 ટકા સાથે છેલ્લા ક્રમાંકે છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકા સાથે મોરબી મોખરે રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં 6 કેન્દ્રોનું 100 ટકા પરિણામ આવ્યું છે.

જામનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 90.85 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61 ટકા પરિણામ રહ્યું છે. ધ્રોલ કેન્દ્રનું 94.78 ટકા પરિણામ આવ્યું છે. 1618 વિધાર્થીઓએ પરીક્ષા આપી છે. 17 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ, 177 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડ સાથે પાસ થયા છે. કુલ 9002 વિદ્યાર્થીમાંથી 8923 વિદ્યાર્થી પાસ થયા છે. કાલાવડ કેન્દ્રનું 95 24 ટકા, લાલપુર કેન્દ્રનું 92.47 ટકા પરિણામ આવ્યું છે. જામજોધપુર કેન્દ્રનું 96.36 ટકા પરિણામ આવ્યું છે.

16 જૂનની આસપાસ નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા પરિણામ સાથે રાજ્યમાં મોખરે રહ્યો છે. 87 ટકા સાથે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.  મોરબી જિલ્લામાં સૌથી વધુ 92.91 ટકા પરિણામ આવ્યું છે. દાહોદ જીલ્લામાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર 831 ઉમેદવારો, A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર 8083 ઉમેદવારો નોંધાયા છે.  AB ગ્રુપના ઉમેદવારોનું 73.68 ટકા પરિણામ આવ્યું છે.

કચ્છ જીલ્લામાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સારા પરિણામથી વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ છે. સામાન્ય પ્રવાહમાં કચ્છનું 95.05 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં A-1માં 150 વિદ્યાર્થીઓ ઝળક્યા છે. વિજ્ઞાન પ્રવાહમાં કચ્છનું 83.23 ટકા પરિણામ રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં A-1માં 17 તારલાઓ સારા પરિણામ સાથે ઉતીર્ણ થયા છે.

અમદાવાદમાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામથી વિદ્યાર્થીઓમાં અનેરી ખુશી જોવા મળી છે. ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓની 7-8 કલાકની મહેનત ફળી છે. વિદ્યાર્થીઓએ સ્કૂલ અને શિક્ષકોને આપ્યો સફળતાનો શ્રેય આપ્યો છે.  સુરતમાં ધોરણ 12 સાયન્સમાં સુરતના વિદ્યાર્થીઓનો  ડંકો વાગ્યો છે. 247 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ધોરણ 12 સાયન્સનું 86.50 ટકા પરિણામ રહ્યું છે. ધો. 12 સામાન્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે. સામાન્ય પ્રવાહમાં 1672 વિધાર્થીઓ A-1 ગ્રેડ મેળવ્યો છે. A-2 ગ્રેડ મેળવનારા 6669 વિધાર્થીઓ નોંધાયા છે. સોશિયલ મીડિયા અને મોબાઇલના ત્યાગનું સારૂં પરિણામ આવ્યું છે.

ગીર સોમનાથમાં 12 સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું છે. તાલાલાની તપોવન વિદ્યા સંકુલના 2 વિદ્યાર્થીને A-1 ગ્રેડ મળ્યો છે. બંને ખેડૂતની દીકરીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. ભાખર અંજલીબેને 99.82 PR સાથે A-1 ગ્રેડ મેળવ્યો, કિરણ મકવાણાએ 99.70 PR સાથે A-1 ગ્રેડ, ગીર સોમનાથમાં કુલ પાંચ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે.

જૂનાગઢમાં ધો. 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જીલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 84.48 ટકા પરિણામ રહ્યું છે. જીલ્લાનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 89.15 ટકા આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડ 24 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 5 ટકા વધુ પરિણામ આવ્યું છે. ગત વર્ષે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ 84.41 ટકા હતું.

GSEBની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ મૂકાયું છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20 ટકા પરિણામ આવ્યું છે.  વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જીલ્લો પ્રથમ છે, દાહોદ કેન્દ્ર 54.48 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77 ટકા આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.77 ટકા આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે અને ધોરણ 10નું 6 જૂને જાહેર થશે

આ પણ વાંચો:આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ,વેબસાઇટ પર રિઝલ્ટ જોઇ શકાશે

આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે