Covid-19/ આજે ફરી કોરોનાનાં કેસ 20 હજારથી ઓછા નોંધાયા, સાપ્તાહિક સંક્રમણ દર 1.44 ટકા

કોરોના સંક્રમણથી રાહતનો યુગ યથાવત છે. દેશમાં એક દિવસમાં કોરોનાનાં કેસ 18 હજાર 987 નવા કેસ નોંધાયા છે. સતત છઠ્ઠા દિવસે કોરોનાનાં 20 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

Top Stories India
કોરોના

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 23.9 કરોડથી વધુ થઈ ગયા છે. અત્યાર સુધીમાં આ મહામારીનાં કારણે 48.7 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 6.53 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. ગુરુવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 239,115,805, 4,873,400 અને 6,533,844,047 છે. વળી ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – તાલિબાની સત્તા / અફઘાનિસ્તાનના કાબુલમાં અંધારપટ છવાયો,વીજળીના બાકી લેણા કે અન્ય કારણ?

કોરોના સંક્રમણથી રાહતનો યુગ યથાવત છે. દેશમાં એક દિવસમાં કોરોનાનાં કેસ 18 હજાર 987 નવા કેસ નોંધાયા છે. સતત છઠ્ઠા દિવસે કોરોનાનાં 20 હજારથી ઓછા કેસ નોંધાયા છે. વળી, કોરોનામાંથી ઠીક થવાનો દર ગયા વર્ષે માર્ચથી ટોચ પર છે અને હવે તે 98.07 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 19 હજાર 808 દર્દીઓ ઠીક થયા છે. આ પછી, કોરોનામાંથી ઠીક થનારાઓનો કુલ આંક 3 કરોડ 33 લાખ 62 જાર 709 પર પહોંચી ગયો છે. વળી, એક્ટિવ કેસ હવે કુલ કેસોનાં એક ટકા પણ નથી. કોરોનાનાં એક્ટિવ કેસ માર્ચ 2020 પછીનાં સૌથી નીચા સ્તરે છે. દેશમાં કુલ કોરોના કેસમાંથી માત્ર 0.61 ટકા સારવાર હેઠળ છે. વળી, એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે ઘટીને માત્ર 2 લાખ 6 હજાર 586 થઈ ગઈ છે. છેલ્લા 215 દિવસોમાં આ સૌથી ઓછું છે. સાપ્તાહિક સંક્રમણ દર પણ 111 દિવસની નીચી સપાટીએ છે અને હવે 1.44 ટકા છે.

આ પણ વાંચો – પાટડીમાં પરંપરા યથાવત / સમગ્ર ગુજરાતમાં એકમાત્ર કચ્છના નાના રણના પાટડીમાં નવરાત્રિમાં યુવાનોમાં ‘વાણીયા’ બનવાની અનોખી પરંપરા

CSSE નાં ડેટા અનુસાર, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ (21,597,949), યુકે (8,311,654), રશિયા (7,742,899), તુર્કી (7,540,193), ફ્રાન્સ (7,164,924), ઈરાન (5,742,083), આર્જેન્ટિના (5,268653), સ્પેન (4,980,206), કોલમ્બિયા (4,975,656), ઇટલી (4,707,087), જર્મની (4,343,591), ઈન્ડોનેશિયા (4,231,046) અને મેક્સિકો (3,732,429) છે. જે દેશોએ 100,000 થી વધુનાં મોતનો આંકડો પાર કર્યો છે તેમા બ્રાઝિલ (601,574), ભારત (451,189), મેક્સિકો (282,773), રશિયા (215,438), પેરુ (199,727), ઈન્ડોનેશિયા (142,811), યુકે (138,487), ઇટાલી (131,421), કોલંબિયા (126,726), ઈરાન (123,275), ફ્રાન્સ (118,080) અને આર્જેન્ટિના (115,582) સામેલ છે.