Gandhinagar News:ગાંધીનગરના નભોઈ કેનાલમાં બે મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી બે યુવતીઓએ અજ્ઞાત કારણોસર કેનાલમાં કૂદીને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને લોકોને બચાવ્યા.
આ યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. કેનાલમાં પડતા પહેલા, તેમણે તેમના પરિવારને ફોન કરીને કહ્યું હતું કે તેઓ આત્મહત્યા (Suicide) કરવા જઈ રહ્યા છે. આ અચાનક ફોનથી ગભરાઈને, પરિવારો તાત્કાલિક કેનાલ પર દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. આપણે જણાવી દઈએ આ યુવતીઓની ઓળખ સેજલ જશવંત પટેલ અને રિપલ રાકેશ રાવત તરીકે થઈ છે.
આત્મહત્યાનું (Suicide) કારણ અકબંધ
ઘટનાના સમાચાર મળતાં જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.રાત્રિના અંધારામાં, ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. અને બંને છોકરીઓને બહાર કાઢવામાં આવી હતી પાણીનો પ્રવાહ વધારે હતી જેના કારણે તેમના મૃતદેહ ઝુંડાલ કેનાલ પાસે મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાથે કામ કરતી હતી, માહિતી અનુસાર આ યુવતીઓ ગાઢ મિત્રો હતી. જોકે, તેમણે આટલું કડક પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે તપાસ શરૂ કરી છે કે આનું કારણ નોકરીનું દબાણ, અંગત સમસ્યાઓ કે અન્ય કોઈ કારણ હતું. જેના કારણે આત્મહત્યા (Suicide) કરી હોવાનું અનુમાન છે, થોડા સમય પહેલા બંને છોકરીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી અભિયાનમાં જોડાઈ હતી. એક બિઝનેસ ટેક્સ વિભાગમાં કામ કરતી હતી અને બીજી એકાઉન્ટિંગ વિભાગમાં.જો કે આત્મહત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે અને કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી.
આ પણ વાંચો:અમદાવાદમાં સાસરીયાના ત્રાસથી ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત
આ પણ વાંચો: બલોલ ગામમાં સાસરિયાના માનસિક ત્રાસથી પરણીતાનો આપઘાત
