Kutch News/ કચ્છનું સફેદ રણ ફરી એકવાર ‘રણ ઉત્સવ’માં પ્રવાસીઓને આવકારવા તૈયાર છે!… પુનર્નિર્માણની અદ્ભુત ગાથા..!

કચ્છનો રણ ઉત્સવ 2025-26 સંપૂર્ણપણે તૈયાર છે અને ગત વર્ષની જેમ જ લાખો પ્રવાસીઓને ‘અનફર્ગેટેબલ મેમરીઝ’ આપવા માટે સજ્જ છે…આ મેગા ઇવેન્ટની તૈયારીઓ…

Gujarat Others Trending

Kutch News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના માર્ગદર્શન હેઠળ, કચ્છનો રણ ઉત્સવ 2025-26 (Rann Utsav 2025-26) સંપૂર્ણપણે તૈયાર છે અને ગત વર્ષની જેમ જ લાખો પ્રવાસીઓને ‘અનફર્ગેટેબલ મેમરીઝ’ આપવા માટે સજ્જ છે.

‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’

‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ની ઓળખ ધરાવતો આ વિસ્તાર માત્ર તેની કુદરતી સુંદરતા માટે જ નહીં, પણ પુનર્નિર્માણની અદ્ભુત ગાથા માટે પણ જાણીતો છે.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘રણ ઉત્સવ’ શરૂ કર્યો

વર્ષ 2001ના ભૂકંપ પછી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ ‘રણ ઉત્સવ’ શરૂ કરીને કચ્છ (Kutch)ને વૈશ્વિક પ્રવાસન (Global Tourism) નકશા પર મૂક્યું.

વિનાશમાંથી વિકાસ તરફની આ પ્રેરણાદાયી સફરને હવે સ્મૃતિ વન (Smruti Van) ભૂકંપ મ્યુઝિયમ પણ ઉજાગર કરી રહ્યું છે. ત્યારે, ચાલો જાણીએ 2025-26ના આ મેગા ઇવેન્ટની તૈયારીઓ કેવી છે…

માઈલો સુધી પથરાયેલું કચ્છનું સફેદ રણ

માઈલો સુધી પથરાયેલું કચ્છનું સફેદ રણ (White Desert), ઊંટની સવારી (Camel Ride), અને કચ્છની સમૃદ્ધ, સાંસ્કૃતિક પરંપરા તથા સ્થાનિક વાનગીઓનો સ્વાદ – આ બધું જ રણ ઉત્સવને ખાસ બનાવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ આ અદ્ભુત અનુભવ લેવા માટે ઉત્સાહિત છે.

સ્મૃતિ વન: ભૂકંપની વિનાશકતા અને અસાધારણ વિકાસનું દ્યોતક

કચ્છની આ પરિવર્તનની સફર અકલ્પનીય રહી છે. વર્ષ 2005માં શરૂ થયેલો રણ ઉત્સવ આજે કચ્છને ભારત જ નહીં, પણ દુનિયાના પ્રવાસનનું એક વિશેષ કેન્દ્ર બનાવી ચૂક્યો છે. અહીંનું સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ ભૂકંપ (Earthquake)ની વિનાશકતા અને ત્યારબાદના અસાધારણ વિકાસને રજૂ કરે છે અને જે દરેક પ્રવાસીને માનવ ભાવનાની તાકાતનો અહેસાસ કરાવે છે.

પ્રવાસીઓને ‘અનફર્ગેટેબલ મેમરીઝ’ આપવા માટે સજ્જ

પ્રવાસન વિભાગ, ગુજરાતના સચિવ રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રણ ઉત્સવ 2025-26 સંપૂર્ણપણે તૈયાર છે અને ગત વર્ષની જેમ જ લાખો પ્રવાસીઓને ‘અનફર્ગેટેબલ મેમરીઝ’ આપવા માટે સજ્જ છે. પૂનમની રાતે સફેદ રણનો નજારો, ધોરડો (Dhordo) તેમજ કાળો ડુંગર પર્યટકોને અનોખી અનુભૂતિ કરાવે છે.

આ ઉપરાંત લખપતનું ગુરદ્વારા, કોટેશ્વર મહાદેવ અને આશાપુરા માતાજીનું મંદિર (Ashapura Temple) જેવાં સ્થળો પણ જોવાનું પર્યટકો ચૂકતાં નથી. તો, આ જાદુઈ રણનો અનુભવ કરવા માટે તમે પણ તૈયાર થઈ જાઓ!”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છ રણોત્સવમાં ગેરરીતિ મામલે હાઈકોર્ટે ટેન્ડર કર્યુ રદ

આ પણ વાંચો: કચ્છી મહિલાઓનાં હાથ હુન્નરે કચ્છ રણોત્સવમાં વગાડ્યો ડંકો, પ્રવાસીઓ મોહી ગયા

આ પણ વાંચો: રણની સંસ્કૃતિ- પ્રવાસનને ઉજાગર કરતો રણોત્સવ એક ભારત, શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો અવસરઃ સીએમ ભુપેન્દ્ર પટેલ